Advertisement
Author: નોબત સમાચાર

નવી વર્ધીત પેન્શન યોજના અંગર્ગત કુટુંબ પેન્શન મુજબ લાભો આપવા રજૂઆત

જામનગર મનપા પેન્શનર મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર મહાનગરપાલિકા પેન્શન મંડળ દ્વારા નવી વર્ધીત પેન્શન યોજના અંતર્ગત ચાલુ નોકરીકાળ દરમ્યાન અવસાનના  કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જુની પેન્શન યોજના બંધ કરીને તા. ૧-૪-૦૫થી વર્ધીત પેન્શન યોજના અમલમાં મુકેલ તે અન્વયે મહાનગરપાલિકાના સ્ટાફને પણ આ અંગે અમલવારી અંગે જનરલ બોર્ડ ઠરાવથી અમલ કરવા ઠરાવેલ છે. તે મુજબ વહીવટી હુકમ નં. જેએમસી/એકા/ ૧૩/ વ.પ.યો./૧૪૨/૨૦૦૭/૨૦૦૮ તા. ૨૧-૬-૦૭ થી અમલવારી કરવામાં આવે છે. તા. ૧-૪-૦૫ થી નિમણૂક પામેલ કર્મચારીઓને આ યોજના મુજબ સી.પી.એફ. કપાત થાય છે. અને પેન્શન બંધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના તા. ૨૪-૯-૨૨ અને તા. ૨૧-૧૦-૨૨ના ઠરાવોથી વર્ધીત પેન્શન યોજનાના લાભાર્થીઓ જો ચાલુ નોકરી કાળ દરમ્યાન અવસાન પામે તો તેના સીધી લીટીના વારસદારને કુટુંબ પેન્શન યોજના ૧૯૭૨ મુજબ ફેમિલી પેન્શન આપવાનું ઠરાવેલ છે. એટલું જ નહીં, આ બાબતોની પ્રોસીઝર પણ નક્કી કરવામાં આવેલ છે અને આવા કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો મંજુર કરવા માટેની કાર્ય પદ્ધતિ પણ નક્કી કરવામાં આવેલ છે અને તેના નિયમ-૧(૭) મુજબ કુટુંબ પેન્શન મુજબના લાભો મંજુર કરવા અંગેનો પેન્શન કેસનો બનતી ત્વરાએ વધુમાં વધુ એક માસમાં નિકાલ કરવાનો રહે છે. આ જોગવાઈના અમલવારી માટે નોકરીકાળ દરમ્યાન અવસાન પામેલ કર્મચારીઓની વિધવાઓની ફેમિલી પેન્શન અંગેની અરજીઓ ઘણાં લાંબા સમયથી કરવામાં આવેલ છે. પરંતુ કોઈ જવાબ પાઠવવામાં આવતો નથી. પેન્શન મંડળે આ બાબતે અનેક વખત રજૂઆત કરેલ છે. તેનો પણ કોઈ જવાબ આપવામાં આવેલ નથી.

આ જોગવાઈ મુજબ અમલવારી કરવાની થતી હોય તે અંગેની આનુસંગિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો પેન્શન મંડળને આ બાબતે ના છુટકે આવા સ્વર્ગસ્થ કર્મચારીઓના ન્યાય માટે આંદોલનનો રાહ અપનાવવાની ફરજ પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh