Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માયાસર તળાવમાં અજાણ્યા યુવાન ડૂબ્યાઃ
જામનગર તા. ૧૭: ઓખાના આર.કે. બંદર પર આવેલી એક બોટમાં માછીમારી કરતા મૂળ મહારાષ્ટ્રના માછીમાર ગઈકાલે બપોરે જમીને આરામ કરતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ પામ્યા છે. જ્યારે દ્વારકાના માયાસર તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મૃત્યુ થયું છે.
ઓખાના આર.કે. બંદર પર આવેલી વેસ્ટર્ન જેટીમાં બંદિયા નામની બોટમાં માછીમારી માટે આવીને રહેતા મૂળ મહારાષ્ટ્રના પાલઘરના સૂત્રકાર નામના વતની નવશા ભીખાર રાયાત (ઉ.વ.પ૭) નામના પ્રૌઢ ગઈકાલે બપોરે જમ્યા પછી ગણેશભાઈના વાડામાં ખાટલા પર સૂતા હતા ત્યારે હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી જતા મોતને શરણ થયા છે. મધુ ઉરાડે દ્વારા પોલીસને જાણ કરાઈ છે.
દ્વારકા નજીક આવેલા માયાસર તળાવમાં ગઈકાલે સાંજે એક અજાણ્યા યુવાન કોઈ રીતે પડી ગયા પછી ઉંડાણમાં ડૂબી જવાથી મોતને શરણ થયા છે. દ્વારકાના રામપરામાં રહેતા હરીભાઈ પાલાભાઈ રબારીએ પોલીસને જાણ કરી છે. અંદાજે ચાલીસેક વર્ષની વયના લાગતા આ યુવાનના મૃતદેહને બહાર કઢાવી પોલીસે પી.એમ.માં ખસેડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial