Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૪ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે
જામનગર તા. ૧૭: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ જામનગર અને જામનગર,જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ધ્રોલ ડેપોમાં એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ હેઠળ ઓગસ્ટ-ઓક્ટોબર ૨૦૨૬ ના સત્ર માટે વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ ભરતી હાથ ધરવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત એપ્રેન્ટિસ ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક (ધોરણ-૧૦ પાસ) તેમજ કોપા (ધોરણ-૧૨ પાસ) હેઠળના આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારોએ ટ્ઠૅૅિીહંૈષ્ઠીજરૈૅૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી (આધારકાર્ડ ફરજિયાત વેરિફાઇડ કરવું, એસબીઆઇ બેંક એકાઉન્ટ ઉમેરવું) ૧૦૦% પ્રોફાઇલ પૂર્ણ કરવાની રહેશે. તેમજ તેની હાર્ડ કોપી મેળવી ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, એલ.સી., આધારકાર્ડ, જાતિના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજોની નકલો સાથે તા. ૧૪/૦૯/૨૦૨૬ સુધી અરજીપત્રક મેળવી લેવાનું રહેશે. ભરેલ અરજીપત્રક તમામ અસલ માર્કશીટ અને પ્રમાણપત્રો સાથે તા. ૧૬/૦૯/૨૦૨૬ સુધીમાં રૂબરૂમાં ચકાસણી કરાવી અરજી પત્રકો જમા કરાવવામાં રહેશે. આ અંગે વધુ માહિતી માટે ઉમેદવારો મહેકમ શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગરનો રૂબરૂ સંપર્ક કરી શકશે. તેમ વિભાગીય નિયામક, એસ.ટી. જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial