Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રમાં વિવાદનો વંટોળીયો
મુંબઈ તા. ૧૭: મહારાષ્ટ્રના અહમદનગર-મનમાડ હાઈવેના અધૂરા કામ પર રાજકારણ ગરમાયું છે. ભાજપના પૂર્વ સાંસદ સુજય વિખે પાટીલે રોડ નિર્માણમાં વિલંબ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક સંકટને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહૃાું કે ઈરાન સંઘર્ષથી ક્રૂડ ઓઈલની અછત સર્જાઈ છે, જેથી ડામર મળતો નથી. તેમના આ નિવેદનથી વિપક્ષ અને જનતામાં ભારે રોષ જોવા મળી રહૃાો છે.
મહારાષ્ટ્રના અહમદનગર-મનમાડ હાઈવેનું ખોરંભે પડેલું કામ આજકાલ રાજકીય નિવેદનબાજીનો મુખ્ય વિષય બન્યું છે. આ રોડના અધૂરા કામને લઈને પૂર્વ સાંસદ અને ભાજપના નેતા સુજય વિખે પાટીલે એવું ચોંકાવનારૃં નિવેદન આપ્યું છે, જેને કારણે તેઓ વિપક્ષ અને સામાન્ય જનતાના નિશાના પર આવી ગયા છે.
તેમણે રસ્તાના નિર્માણમાં થઈ રહેલા વિલંબનો બધો દોષ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઢોળ્યો છે. સુજય વિખેએ કામમાં થયેલી વાર માટે સીધી રીતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે.
મહારાષ્ટ્રના ભાજપ નેતા સુજય વિખે પાટીલે અહમદનગર-મનમાડ હાઈવેના કામમાં થઈ રહેલા વિલંબ માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક સંકટને જવાબદાર ઠેરવ્યા છે. અહિલ્યાનગરમાં બોલતા તેમણે દાવો કર્યો હતો કે ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના પુરવઠા પર માઠી અસર પડી છે, જેના લીધે રોડ નિર્માણમાં વપરાતા પેટ્રોલિયમ આધારિત ઉત્પાદનોની અછત સર્જાઈ છે.
ભાજપના નેતાએ તર્ક આપ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને યુદ્ધોના કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ જ કારણે રસ્તા બનાવવા માટે અત્યંત જરૂરી એવો 'ડામર' સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઈ રહૃાો નથી. પરિસ્થિતિ એ છે કે રોડ બનાવવા માટે ડામર સીધો દિલ્હીથી મંગાવવો પડી રહૃાો છે, જેના લીધે અનેક રસ્તાઓના કામ અટકી ગયા છે અને અહમદનગર-મનમાડ હાઈવે પણ તેનો ભોગ બન્યો છે. આ અનોખા તર્ક સાથે જ તેમણે ભારે આત્મવિશ્વાસથી એવો પણ દાવો કર્યો હતો કે આ રોડનું અટકેલું કામ માત્ર ને માત્ર સુજય વિખે જ પૂરું કરી શકે છે.
સુજય વિખે પાટીલના આ નિવેદન બાદ વિપક્ષને નવો મુદ્દો મળી ગયો છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપસભાપતિ સચિન આહીરે આ નિવેદન પર કટાક્ષ કરતા કહૃાું હતું કે, 'ભલે તમે ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવી લાવો, પણ ગમે તેમ કરીને આ અહમદનગર-મનમાડ રોડનું કામ તાત્કાલિક પૂરું કરો.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial