Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વના સૌથી મોટા ઓલ-ઈલેકટ્રીક વિમાને ભરી ઉડાનઃ સ્ટાર્ટઅપ કંપનીનો સફળ પ્રયોગ

ઈ-કાર, ઈ-બસ પછી હવે ઈ-વિમાન

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૭: અમેરિકી સ્ટાર્ટઅપ 'હર્ટ એરોસ્પેસ' દ્વારા વિકસિત વિશ્વના સૌથી મોટા ઓલ-ઇલેક્ટ્રિક વિમાન 'એરોસ્પેસ એકસ૧' એ ન્યૂ યોર્કના પ્લેટ્સબર્ગ એરપોર્ટ પરથી પ્રથમ સફળ ટેસ્ટ ફ્લાઇટ ભરી. ૨૭ મિનિટની આ ઉડાનમાં માત્ર ૫ ડોલર વીજળીનો ખર્ચ થયો. આ ટેકનોલોજીથી ભવિષ્યમાં હવાઈ સફર સસ્તી બનશે. કંપની હવે ૩૦ મુસાફરોની ક્ષમતાવાળું હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક વિમાન ઈએસ-૩૦ તૈયાર કરી રહી છે, જે ૨૦૩૧ સુધીમાં કાર્યરત થશે.

અત્યાર સુધી વિમાનની ઉડાનનો સીધો અર્થ હજારો લીટર ઇંધણ (ફ્યુઅલ) નો વપરાશ હતો, પરંતુ હવે હવાઈ સફરનું ચિત્ર બદલાવા જઈ રહૃાું છે. અમેરિકન સ્ટાર્ટઅપ કંપની 'હર્ટ એરોસ્પેસ' દ્વારા વિકસાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ઓલ-ઇલેક્ટ્રિક વિમાન 'એરોસ્પેસ એકસ૧' એ પોતાની પ્રથમ સફળ ટેસ્ટ ફ્લાઇટ પૂર્ણ કરી છે. ન્યૂ યોર્કના પ્લેટ્સબર્ગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને આ વિમાને એવિએશન સેક્ટરમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.

પરીક્ષણ દરમિયાન એરોસ્પેસ એકસ૧ વિમાને ૧,૧૦૦ ફીટની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી અને કુલ ૨૭ મિનિટ સુધી હવામાં રહીને સફળ લેન્ડિંગ કર્યું હતું. આ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન વિમાનના ઇલેક્ટ્રિક પાવરટ્રેને ૧ મેગાવોટથી વધુ પાવર જનરેટ કર્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર ૨૭ મિનિટની ઉડાનમાં ઉપયોગમાં લેવાયેલી વીજળીનો બિલ ખર્ચ માત્ર ૫ ડોલર (લગભગ રૂ।.૪૮૦) આવ્યો હતો.

આ ટેસ્ટ ફલાઈટનો સમય ૨૭ મિનિટ હતો, અને કુલ ઉંચાઈ ૧૧૦૦ ફીટ પ્રાપ્ત કરી હતી. વીજળીનો કુલ ખર્ચ માત્ર રૂ।. ૪૮૦ આવ્યો હતો. આ વિમાનની પાંખોનો ફેલાવો ૩૨.૩ મીટર (૧૦૬ ફીટ), વિમાનની લંબાઈ ૨૩.૨ મીટર (૭૬ ફીટ) અને ટેક-ઓફ વજન ૧૧૩૪૦+ કિલોગ્રામ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh