Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના પીઆઈની બદલી થતાં પત્રકારો દ્વારા આપવામાં આવી સ્નેહભરી વિદાય

ખેસ પહેરાવી પુસ્તક ભેટ આપવામાં આવ્યું:

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૭: ધ્રોલના પીઆઈની જામનગરમાં બદલી કરવામાં આવી છે. આ અધિકારીએ બે વર્ષ સુધી બજાવેલી સરાહનીય કામગીરીના પગલે ગઈકાલે ધ્રોલના સ્થાનિક પત્રકારોએ તેઓને ખેસ પહેરાવી પુસ્તક ભેટ આપવા ઉપરાંત ભાવભરી વિદાય આપી હતી.

ધ્રોલના પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવી રહેલા પીઆઈ એચ.વી. રાઠોડની ગઈકાલે જામનગરના જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીએ ધ્રોલથી જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરી છે. આ અધિકારીનો ગઈકાલે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ધ્રોલના પત્રકાર સર્વશ્રી સંજય ડાંગર, હસમુખભાઈ કંસારા, રોહિત ગાંધી, અમિત કંસારા, જયેશ ભટ્ટ, હીરેન પરમાર, ઉમેશ ચાવડા, રાજભા જાડેજા, ભગીરથસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, અશ્વિન આશા વગેરે મિત્રોએ સન્માન સાથે ધ્રોલ પીઆઈને વિદાય આપી હતી. બે વર્ષના આ અધિકારીના કાર્યકાળ દરમિયાન તેઓએ કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી ઉપરાંત લોકહિતના કાર્યાેને પણ પ્રાધાન્ય આપવા ઉપરાંત મીડિયા સાથે સહયોગ જાળવી રાખ્યો હતો. પત્રકારોએ તેઓને ખેસ પહેરાવી પુસ્તક ભેટ આપ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh