Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના ૧૪૪ નાયબ કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી

હાલારમાં ૧૪ ની બદલી-નિમણૂંક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગઅ૧ સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના આદેશો થયા છે, જેમાં હાલારના ૧૪ અધિકારીની પણ બદલી થવા પામી છે.

જામનગર જિલ્લામાંથી બદલી પામનારા અધિકારીઓમાં પ્રાંત ઓફિસર (રૂરલ) બી.બે. કાલારિયાને મોરબી મહાનગરપાલિકામાં નાયબ કમિશનર તરીકે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એમ. કોટકને પ્રાંત ઓફિસર-બગસરા નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી), એ.આર. બસરને ડે. ડાયરેક્ટર સીએમ હેલ્પલાઈનમાં, જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડને ડે. કેડીઓ અમરેલીમાં મૂકવામાં આવ્યા છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાંત ઓફિસર કે.કે. કરમરાને પ્રાંત ઓફ. અબડાસામાં, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એ. ગોહિલને વાંકાનેર, દ્વારકાધીશ દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.એલ. ચૌહાણને ડે. કેડીઓ વાવ (ખરાદ), નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.જે. રાજપૂતને ડે. કલેક્ટર-૧ તરીકે મૂકવામાં આવ્યા છે.

જ્યારે હાલારમાં કેટલાક અધિકારીઓને બદલીની નિમણૂક આપવામાં આવી છે. જેમાં ભાવનગરથી સંધ્યાબેન હેરમાને ખંભાળિયામાં, પ્રાંત ઓફિસર તરીકે, જામનગરમાં પ્રાંત ઓફિસર (રૂરલ) તરીકે સુરતથી શાંતિબેન ધીલા, ડે. કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) તરીકે જામગનમાં, વડોદરાથી પૂનમબેન પરમર, ધ્રોળ પ્રાંત ઓફિસર તરીકે દાહોદથી ગૌતમ એમ. લોડાલિયા, દેવભૂમિ દ્વારકામાં ડે. ડીડીઓ તરીકે મોડાસાથી બી.બી. પટેલને મૂકવામાં આવ્યા છે, જ્યારે દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર વાય.પી. ગરવીને દ્વારકામાં પ્રાંત ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh