Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ
જામનગર તા. ૧૭: જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવના પાણીમાં અનેક કાચબા અને માછલાના મૃત્યુ થયા છે. આથી જીવદયા પ્રેમીઓમાં ચિંતા જાગી છે. આ બનાવ શા કારણે બન્યો? તે અંગે રણમલ તળાવમાં અનેક કાચબા અને માછલા મૃત હાલતમાં પાણીમાંથી મળી આવ્યા હતાં. બનાવની જાણ થતા જ જીવદયા પ્રેમીઓ પણ દોડી ગયા હતાં, અને તળાવના દૂષિત પાણીના કારણે નિર્દોષ કાચબા-માછલાના મૃત્યુ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે.
બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીના અધિકારીને જાણ થતા કચેરીની ટીમ તપાસ માટે દોડી આવી હતી અને તળાવના પાણીના નમૂના લીધા હતાં જેને પૃથ્થકરણમાં મોકલાઈ રહ્યા છે.
ખાસ કરીને પાણીની ગુણવત્તા, ઓક્સિજનનું પ્રમાણ અને પાણીમાં કોઈ હાનિકારક તત્ત્વની હાજરી અંગે તપાસ કરવામાં આવી રહી છે. પર્યાવરણ-જીવદયા પ્રેમીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી યોગ્ય તપાસની માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial