Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઈરલ થઈઃ
જામનગર તા. ૧૭: જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટરો પાસે ઢસરડો કરાવવામાં આવતો હોવા અંગે સોશિયલ મીડિયામાં ઉલ્લેખ થતા તાબડતોબ તપાસ કરાવાઈ હતી.
પરંતુ આવું કાંઈ નહીં હોવાનું તપાસમાં ખૂલવા પામતા આવા આક્ષેપો પાયા વીહોણા અથવા આ તથ્યમાં સત્ય નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈએ જણાવ્યું છે.
જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ રેસીડેન્ટ ડોક્ટરો પાસે નિયમ કરતા વધુ કામ કરાવવામાં આવે છે. સાપ્તાહિક રજાઓ આપવામાં આવતી નથી. અરે, એક માસ સુધી પણ રજા મળતી નહીં હોવાનો આક્ષેપ થયો છે.
આવા રેસી. તબીબો પૂરતી ઊંઘ-ખોરાક લઈ શકતા નથી. આવા અનેક આક્ષેપો સાથેની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી હતી.
આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઈ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈએ તમામ રર વિભાગના વડા પાસેથી વિગતો માંગી હતી અને તમામ તરફથી જવાબ મળ્યો હતો. આવીકોઈ બાબત પોતાના વિભાગમાં બનતી નથી.
ડીનએ વધુમાં જણાવ્યું હતું કે, રેસી. તબીબોની પૂરતી કાળજી લેવામાં આવે છે. ઉપરાંત તેમને કઈો ફરિયાદ હોય તો અનેક પ્રકારે પોતાની ઓળખ છૂપાવીને કરી શકે છે, જેમાં કોલેજમાં ક્યુઆર કોડ ઉપલબ્ધ છે. વિદ્યાર્થી સીધી રજૂઆત કરી શકે છે. મેઈલ આઈડીમાં ફરિયાદ થઈ શકે છે. તેમની પાસે મેનટર પણ છે.
આથી આ વાયરલ પોસ્ટમાં કોઈ તથ્ય જણાતું નથી. આમ છતાં ભવિષ્યમાં આવી કોઈ ફરિયાદ થશે અને તેમાં તથ્ય હશે તો નિયમ મુજબ પગલાં લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial