Advertisement
Author: નોબત સમાચાર

રાણપરની સીમમાં ઈંગ્લીશ દારૂના કટીંગ પહેલાં એલસીબી ત્રાટકીઃ ૧૮૩૮ બોટલ કબજે

૩૬૦ ટીન બીયર પણ મળી આવ્યોઃ બેની શોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ભાણવડના રાણપર ગામની સીમમાં આવેલા એક ખરાબા પાસે રવિવારે સવારે ઈંગ્લીશ દારૂના જથ્થાનું કટીંગ થાય તે પહેલાં ત્રાટકેલી એલસીબીએ ત્યાંથી ૧૮૩૮ બોટલ દારૂ તથા ૩૬૦ ટીન બીયર કબજે કર્યાે છે. બે શખ્સની શોધ કરાઈ રહી છે. ભવનેશ્વર ગામના પાટીયા પાસે એક શખ્સના મકાનમાંથી ૧૧૨ બોટલ દારૂ મળી આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે રાણપર ગામની સીમમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી તેનું કટીંગ કરવામાં આવી રહ્યું છે તેવી બાતમી એલસીબીને મળતા ગઈકાલે સવારે રાણપરની સીમમાં અનિલ ગોપાલભાઈ નામના ખેડૂતના ખેતર પાસે ખરાબામાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ સ્થળે ખરાબામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૧૮૩૮ બોટલ તથા બીયરના ૩૬૦ ટીન મળી આવ્યા હતા. એલસીબીએ કુલ રૂ।.૧૩,૨૭,૭૦૬ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી લીધો છે. આ દારૂ રાણપરના ખીમા બોઘા શામળા ઉર્ફે લાખા રબારી તથા બધા કાના રબારીએ મંગાવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

ભાણવડ નજીકના ભવનેશ્વર ગામના પાટીયા પાસે દાસા રાજા હુણ નામના શખ્સના મકાનમાં ગઈકાલે બપોરે ભાણવડ પોલીસે દરોડો પાડી તલાશી લેતા મકાનના ફળીયામાં ભુક્કા નીચે સંતાડીને રાખવામાં આવેલી ઈંગ્લીશ દારૂની ૧૧૨ બોટલ મળી આવી હતી. રૂ।.૭૦,૧૧૨ની બોટલ કબજે કરી પોલીસે દાસા રાજાની ધરપકડ કરી છે. તેણે આ જથ્થો જીવા લખમણ રબારી પાસેથી લીધાનું ખૂલ્યું છે.

કલ્યાણપુરના સતાપર ગામ નજીકથી જામનગરની ગોલ્ડન સિટીમાં રહેતો દિગુભા ગજુભા જાડેજા નામનો શખ્સ અને કિસાન ચોક પાસે રહેતો દિવ્યેશ હસુભાઈ પ્રજાપતિ નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની દસ બોટલ સાથે ઝડપાઈ ગયા છે.

દ્વારકા નજીકના ચરકલા ગામનો રાહુલસિંહ કીરતસિંહ પરમાર નામનો શખ્સ દારૂની આઠ બોટલ અને દેશી દારૂના ૨૦૦ લીટર આથા તેમજ પચ્ચીસ લીટર દારૂ સાથે પકડાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh