Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર શખ્સ સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૧૭: જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ગયા ગુરૂવારે બપોરે એક યુવાન પર ધોકા-પાઈપ, છરીથી ચાર શખ્સે હુમલો કરી એક હાથ તથા પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા હતા. હુમલાનો ભોગ બનનાર યુવાને એકાદ વર્ષ પહેલા આપેલી રૂ।.પ લાખની રકમ પરત માંગતા હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના રામેશ્વર નગર વિસ્તાર પાછળ આવેલા ગાયત્રીનગરની શેરી નંબર-૩માં રહેતા જયપાલસિંહ વિક્રમસિંહ ચુડાસમા નામના યુવાને ગયા વર્ષે રૂ।.૫ લાખ મહિપાલસિંહ આશિષસિંહ રાણાને ઉછીના આપ્યા હતા. આ રકમ જયપાલસિંહ અવારનવાર પરત માંગતો હોવા છતાં મહિપાલસિંહ પૈસા પરત આપતો ન હતો.
દરમિયાન ગયા ગુરૂવારે બપોરે સાડા બારેક વાગ્યે જયપાલસિંહ રામેશ્વરનગર પાસે આવેલી નવજીવન સોસાયટીમાં મહિપાલસિંહની 'રાણા એન્ટરપ્રાઇઝ' નામની દુકાને પહોંચ્યો હતો. આ સમયે મહિપાલસિંહ તથા તેના ભાઈ વિક્રમસિંહ આશિષસિંહ રાણા અને બે અજાણ્યા શખ્સોએ મળીને જયપાલસિંહ પર છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો.
ફરિયાદ મુજબ, હુમલા દરમિયાન આરોપીઓએ જયપાલસિંહને 'કાયમી અપંગ કરી દેવાનો છે અને જિંદગીભર પોતાના પગ પર ચાલવા ન જોઈએ' તેમ કહી મહિપાલસિંહે છરી વડે ઈજા પહોંચાડી હતી, જ્યારે વિક્રમસિંહે પાઇપ વડે હાથ અને પગમાં ફટકા માર્યા હતા. બે અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં જયપાલસિંહના બંને પગ તથા જમણા હાથમાં ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને એક હાથ તથા પગમાં ફ્રેક્ચર હોવાનું ખૂલ્યું છે. આ બનાવની જયપાલસિંહ ચુડાસમાએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. કેસની તપાસ પીએસઆઈ જી.એસ. ગોવાણી ચલાવી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial