Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આતંકવાદીઓની ધમકીના પગલે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા સાથે
અમદાવાદ તા.૧૩ઃ ક્રિકેટ વર્લ્ડકપ - ૨૦૨૩નો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ વોલ્ટેજ લીગ વન-ડે/ નાઈટ મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. ખાલિસ્તાની આતંકવાદીઓ સહિત ત્રણ ધમકીઓ મળી હોવાથી સમગ્ર સ્ટેડિયમ આસપાસના વિસ્તારો, માર્ગો, એરપોર્ટ પર સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એનએસજી, ચેતક કમાન્ડો, સ્નીફર ડોગ, પેરા મિલિટ્રી ફોર્સ, સીઆઈએસએફ સહિતના ૧૦ હજાર જેટલા સુરક્ષા જવાનો સ્ટેડિયમમાં ખડેપગે રહેશે. આ મેચ જોવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, સુપર સિનેસ્ટાર અમિતાભ બચ્ચન, રજનીકાંત, રણવીર કપૂર, ક્રિકેટર સચિન તેંદુલકર, અનંત અંબાણી સહિતના લગભગ ૨૦૦ જેટલા વીવીઆઈપી મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ ખાસ પ્રકારની સુરક્ષા પ્લાન બનાવાયો છે. જેમાં ચાર રેન્જ આઈ જી, ૨૧ ડીએસપી, ૪૭ એસપી., ૧૩૧ પીઆઈ, ૬૮૭૫ પોલીસ જવાનો, ચાર હજાર હોમગાર્ડ જવાનો, ૧૩ ટુકડી, એસ.આર.પી., ૩ એનએસજીની ટીમ, એસડીઆરએફ, સી.આઈ.એસ.એફ., ની ટીમો તૈનાત રહેશે.
ગુરુવારથી જ આ સુરક્ષા એજન્સીઓએ સ્ટેડિયમનો હવાલો સંભાળી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સ્ટેડિયમમાં સવારે દસ વાગ્યાથી દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. હાલ હાર્ટ એટેકના કે પ્રમાણમાં વધી રહ્યા હોઈ દર્શકોને નિઃશુલ્ક પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મોબાઈલ ફોન, ટોપી દવા, પર્સ પણ સાથે રાખી શકશે. મેડિકલ ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. સ્ટેડિયમની બહાર આસપાસના વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ ચાલુ જ રહેશે.
ક્રિકેટની રમતના બે કટ્ટર પ્રતિસ્પર્ધી એવા ભારત અને પાકિસ્તાન વચ્ચેના વન ડે મેચના કારણે સમગ્ર અમદાવાદ તથા રાજ્યમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિતના કેટલાક શહેરોમાં જાયન્ટ સ્ક્રીન પર મેચનું લાઈવ પ્રસારણ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
આવતીકાલના મેચની તમામ ટિકિટો વેંચાઈ ગઈ છે. અને તેમ છતાં ક્રિકેટપ્રેમીઓ કાળાબજારમાં કોઈપણ ભાવે ટિકિટ લેવા દોડધામ કરી રહ્યા છે. તેમાં નકલી ટિકિટનુ ંકૌભાંડ પણ પ્રકાશમાં આવતા ક્રિકેટ પ્રેમીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial