Advertisement
Author: નોબત સમાચાર

શનિવારી અમાસ મહોત્સવ નિમિત્તે મહાપ્રસાદ તથા સંતવાણીનો કાર્યક્રમ

જામનગર તા. ૧૩ઃ જામનગર તાલુકાના શનિ મોડપર ગામે શનિવારી અમાસ મહોત્સવ-ર૦ર૩ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૩-૧૦ ને શનિવારે સવારે ૭ વાગ્યે ધ્વજારોહણ, સાંજે પ થી ૮ શનિ મહાપ્રસાદ અને રાત્રે ૧૦ વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સંતવાણીમાં બકુલકુમાર રામદેપૌત્રા, મનહરભાઈ બારોટ, રામભાઈ પટેલ, દુહા-છંદ અને ભજનની રમઝટ બોલાવશે.

આ તકે અતિથિ વિશેષ તરીકે મુકેશભાઈ ડાંગરીયા (તા.પ્ર.કાલાવડ), રાજુભાઈ જોશી (પ્રમુખ, હર્ષિદા ગરબા મંડળ, જામનગર), કલ્પેશભાઈ સાવલીયા (પ્રમુખ, માં દર્શન ગૌશાળા - જામનગર), રતીલાલ રણપરીયા (રામપર - વેરાવળ), મહેન્દ્રસિંહ જાડેજા (સરપંચશ્રી - મોડપર), અશોકભાઈ ડાંગરીયા (ઉપસરપંચ-મોડપર), અજમણભાઈ ચારણ (ચારણ સમાજ - કાલાવડ) શ્રીમાળી પ્રેમજી બાપા (ઉગમ ફોર્જ - જામનગર), દિલીપભાઈ બારોટ (મતવા), પરબતભાઈ ગાગલીયા, ધર્મેશભાઈ મોઢવાડીયા (ચંગા પાટીયા ચામુંડા હોટલ) ઉપસ્થિત રહેશે. સર્વે ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમોનો લાભ લેવા સંતશ્રી કલ્યાણનાથજી બાપુ ગુરૃશ્રી વેદનાથજી બાપુ (કલ્યાણધામ આશ્રમ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh