Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં જ્ઞાન સહાયક પ્રાથમિક તથા માધ્યમિક માટે શાળા પસંદગી પ્રક્રિયા શરૃ

શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે આજથી

ખંભાળીયા તા. ૧૩ઃ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે જ્ઞાન સહાયકની નવી યોજના જેમાં ફીકસ પગારથી શિક્ષકો બીન કાયમી ૧૧ માસના કરારથી ભરવામાં આવશે તેની પ્રક્રિયા આજથી શરૃ થઈ છે.

૧૩-૧૦-ર૩ ના બપોરે બે વાગ્યાથી જ્ઞાન સહાયક માટે શાળાની પસંદગી પ્રક્રિયા શરૃ થશે જે તા. ૧પ-૧૦-ર૩ ના રાત્રે ર૩-પ૯ કલાક સુધી થઈ શકશે. ભરતીના પોર્ટલ પર શાળા પસંદગી પ્રક્રિયા માટે જરૃરી સૂચનાઓ પણ મૂકવામાં આવી છે. જો કે તાજેતરમાં જ્ઞાન સહાયકની ભરતી થવાથી ટેટ/ટાટ પાસ શિક્ષકોને કાયમી નોકરી કયારેય ના મળે તેમ હોય સમગ્ર ગુજરાતમાં ઉમેદવારોમાં રોષ સાથે ગાંધીનગર પણ દેખાવો અને રજુઆતો થઈ હતી તથા શાળા સંચાલક મંડળ દ્વારા પણ જ્ઞાન સહાયકને શાળામાં નહીં લેવામાં આવે તેવું ઠરાવાયું છે ત્યારે ફીકસ પગારથી ૧૧ માસ માટેની જ આ નોકરીએ સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જયો છે.

શિક્ષણનું ફિલ્ડ પસંદ કરીને અડધો દિવસ નોકરી પછી ધંધો થઈ શકે કે ટયૂશનની મોટી આવક થઈ શકે તેવા વિવાદો આવનારા ભારે મુશ્કેલીમાં મૂકાયા છે તો ૧૧ માસ ની જ નોકરી હોય, નવ યુવાનો માટે ટેમ્પરી ફીકસ પગારની નોકરીથી 'લગ્નબજારમાં' પણ આવા જ્ઞાન સહાયક શિક્ષકોનું બજાર ગગડ્યું છે !!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh