Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમ

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ગામોમાં યોજાઈ આયુષ્ય ગ્રામ સભાઓ

ખંભાળિયા તા. ૧૩ઃ 'આયુષ્માન ભવઃ' કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગામોમાં આરોગ્ય વિભાગ તથા અન્ય વિભાગો અને ગામ લોકોના સહયોગથી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગ્રામસભામાં હાજર રહેલા લોકોને આરોગ્ય વિભાગની યોજનાઓ 'આયુષ્માન કાર્ડ' બાબત, પીએમજેએવાય યોજનામાં હોસ્પિટલની યાદી પણ કહેવામાં આવેલ તથા વધુ ને વધુ લોકો આભા આઈડી કઢાવે તે માટે સમજાવવામાં આવ્યું હતું. આયુષ્માન સાપ્તાહિક હેલ્થ મેળાઓ બાબત ચર્ચાઓ કરેલ અને લોકોને તેનો લાભ લેવા સમજણ આપી હતી. રસિકરણની સેવાઓ, કુટુંબ નિયોજનની પદ્ધતિઓ, વાહકજન્ય રોગચાળો, મફત તબીબી સહાય, જનની સુરક્ષા યોજના જેવી આરોગ્યની અન્ય વિવિધ યોજના વિષે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આયુષ્માન કાર્ડનો લાભ લીધેલ વ્યક્તિના પ્રતિભાવો સભાની અંદર રજૂ કર્યા હતાં. વધુને વધુ લોકો આ કાર્ડ કઢાવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ગ્રામસભાઓમાં જિલ્લા અને તાલુકામાંથી આવેલા વિવિધ અધિકારીઓ તથા ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરતા આશાબેન આરોગ્ય કર્મચારીઓ અને આંગણવાડી બહેનો, શિક્ષકો હાજર રહ્યા હતાં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભંડેરીના જણાવ્યા મુજબ દ્વારકા જિલ્લામાં ગ્રામસભાઓમાં ગ્રામજનો આરોગ્યની વિવિધ યોજનાઓ વિષે લોકો માહિતગાર થાય અને વધુને વધુ લોકો આ યોજનાઓનો લાભ મેળવે તેવો અનુરોધ કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh