Advertisement
Author: નોબત સમાચાર

દરેડ નજીકથી ઝડપાયેલા ગંજાવર દારૃના જથ્થાકાંડમાં સાત પોલીસકર્મીની બદલી

જામનગર તા. ૧૩ઃ જામનગર નજીકના દરેડમાં દસેક દિવસ પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડામાં અંગ્રેજી શરાબની સાડા ચારસો પેટી મળી આવી હતી. તે પછી પોલીસબેડામાં મચેલા ખળભળાટ વચ્ચે ફોજદારને સસ્પેન્ડ કરાયા હતા અને આ વિસ્તારના પોલીસ મથકના સાત પોલીસ કર્મચારીની આજે બદલી કરી નાખવામાં આવી છે.

જામનગરના દરેડ વિસ્તારમાં દસેક દિવસ પહેલાં રાજ્યની મોનિટરીંગ સેલે દરોડો પાડી અંગ્રેજી શરાબની ૫૪૦૦ પેટી કબજે કરી હતી. આ જથ્થા સાથે ચાર પરપ્રાંતિય શખ્સની અટકાયત થઈ હતી.

જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ મથકમાં સમાવિષ્ટ દરેડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા આ દરોડાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો હતો. જેના પગલે આ પોલીસ મથકના પીએસઆઈ એન.એ. મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે પછી આજે જિલ્લા પોલીસવડાએ પંચકોશી-બી ડિવિઝનના સાત પોલીસ કર્મચારીની અન્ય પોલીસ મથકમાં બદલી કરી નાખી છે.

હાલમાં પંચકોશી-બીમાં ફરજ બજાવતા એએસઆઈ એમ.એલ. જાડેજાને સિટી-એ ડિવિઝનમાં, એએસઆઈ ડી.સી. ગોહિલને લાલપુર તેમજ હે.કો. નિર્મળસિંહ બી. જાડેજાને પંચકોશી-એ ડિવિઝન, હે.કો. ધર્મેન્દ્રસિંહ જી. ઝાલાને સિક્કા, હરદેવસિંહ યુ. જાડેજાને મેઘપર તેમજ પો.કો. મહાવીરસિંહ વી. જાડેજા અને અનાર્મ લોકરક્ષક મયુરસિંહ જે. જાડેજાને સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh