Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગરબા માટે પરંપરાગત પોશાકની બજાર ધમધમી

ગરબા એ ગુજરાતની ઓળખ અને અસ્મિતાના પ્રતિકરૃપ છે. ગરબે ઘૂમવા યુવાનોમાં ભારે થનગનાટ હોય છે. એટલે જ નવરાત્રિ યુવા વર્ગનો સૌથી પ્રિય તહેવાર માનવામાં આવે છે. ગરબામાં ચણીયા ચોલી સહિત પરંપરાગત પોશાકનું આગવું મહત્ત્વ હોય છે. ખેલૈયાઓ નવે નવ નોરતા અલગ-અલગ પોશાકમાં ગરબે ઘૂમી પોતાને આગવી છાપ છોડવા આતુર હોય છે. ગરબાના પોશાકમાં દર વર્ષે જુદા જુદા ફેશન ટ્રેન્ડમાં હોય છે. રબારી-ભરવાડ વગેરે જ્ઞાતિના પરંપરાગત પોશાક દેશી સ્ટાઈલ તરીકે ધૂમમતાવતા જોવા મળતા હોય છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે ગરબા સ્પેશ્યલ પોશાકની બજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે. જામનગરમાં ડી.કે.વી. સર્કલ પાસે આવેલ ચણીયા ચોલી વિક્રેતા 'નેહાસ કલેકશન'ના સંચાલક ધવલ પાટલીયા તથા નેહા પાટલીયા જણાવે છે કે આ વર્ષે ગરબા માટે ચણીયા ચોલી તથા ધોતી કેડીયુ સહિતના વિવિધ ડ્રેસ રૃા. પ૦૦ થી ર૦૦૦ સુધીની રેન્જમાં ભાડે તથા વેચાણથી ઉપલબ્ધ છે. આ સાથે જ એન્ટીક ઓર્નામેન્ટસનો પણ ટ્રેન્ડ જોઈએ તો અર્વાચીન ગરબાઓમાં વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ બનવા માટે ખેલૈયાઓ અનોખા અને મોંઘા પહેરવેશ ભાડે લેતા અથવા ખરીદતા પણ અચકાતા નથી. ટ્રેડીશ્નલ અને આધુનિક પોશાકના મિશ્રણની આગવી સ્ટાઈલ પણ ટ્રેન્ડમાં છે. નવરાત્રિને પૂરા ઉમંગ ઉત્સાહથી ઉજવવા માટે ખેલૈયાઓ અવનવા પોશાક સાથે સજજ થઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh