Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩ઃ જામનગરની જીજી હોસ્પિટલના પાર્કિંગમાંથી ભરબપોરે માત્ર પંદર મિનિટમાં એક આસામીના બાઈકની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર નજીકના સોનલનગરમાં રહેતા મૂળ ખંભાળિયાના બેહ ગામના વતની રાજેશભાઈ સામતભાઈ હરગાણી નામના આસામી ગઈ તા.૪ની બપોરે જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તેઓએ પોતાનું જીજે-૧૦-બીએમ ૮૩૫૪ નંબરનું હીરો મોટરસાયકલ કેશબારી સામે આવેલા પાર્કિંગમાં મૂક્યું હતું. ત્યાંથી માત્ર પંદર મિનિટમાં તેઓનું રૃા.૨૫ હજારનું બાઈક ચોરાઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial