Advertisement
Author: નોબત સમાચાર

ડિમોલીશન-વાવાઝોડામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખંભાળીયા-દ્વારકાના અધિકારી બદલાયા

બેટ-દ્વારકા, કલ્યાણપુર-હર્ષદ પંથકમાં

ખંભાળીયા તા. ૧૩ઃ તાજેતરમાં ડેપ્યુટી કલેકટરની સામૂહિક બદલીઓમાં ખંભાળીયા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તથા દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાની બદલીઓ થઈ છે.

સમગ્ર ગુજરાત તથા કેન્દ્ર લેવલે વડાપ્રધાને જેની નોંધ લીધી હતી તે બેટ દ્વારકા હર્ષદ ડિમોલીશન પ્રકરણમાં આ બન્ને પ્રાંત અધિકારીઓ પાર્થ કોટડીયા તથા પાર્થ તલસાણીયાએ મહત્ત્વની કામગીરી કરી હતી તથા ઐતિહાસિક જમીન દબાણ હટાવીને કરોડોની જમીનો ખુલ્લી કરાવી હતી તથા હર્ષદ તથા બેટ દ્વારકામાં રેકોર્ડ કામગીરી કરી હતી.

આ ઉપરાંત બીપોરજોય વાવાઝોડા સમયે આગમચેતીના પગલારૃપે કામગીરી તથા વાવાઝોડા પછીની કામગીરી વીજળી તથા લોકોને સલામત સ્થળે રાખવાથી માંડીને પુનઃ વ્યવસ્થાપનની કામગીરીમાં પણ બન્ને અધિકારીની કામગીરી પ્રશંસનીય રહી હતી. દ્વારકા પ્રાંત તથા ખંભાળીયા પ્રાંત દ્વારા બન્ને વિસ્તારોની પાલિકાઓના પ્રશ્નો અંગે, ભારે વરસાદમાં પરેશાનીના પ્રશ્નો અંગે તથા વહીવટ તથા ચારેય તાલુકાઓના પ્રશ્નોમાં પણ સારી કામગીરી કરી હતી તથા છેલ્લા વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ દેવભૂમિ દ્વારકામાં પણ મહત્ત્વની કામગીરી બજાવનાર આ બે અધિકારીઓની બદલીઓ થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh