Advertisement
Author: નોબત સમાચાર

ગેસના પંપ પર આગ ભભૂક્યાની યોજાઈ મોકડ્રીલ

ફાયરબ્રિગેડ, ૧૦૮ તથા પોલીસની સતર્કતા ચકાસાઈઃ

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામ નજીકના ગુજરાત ગેસના પંપમાં ગઈકાલે બપોરે આગ ભભૂકી હોવાનો ટેલિફોનિક સંદેશો જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ શાખાને આપવામાં આવતા ફાયરના જવાનો યુદ્ધના ધોરણે ધસી ગયા હતા. તેની સાથે ૧૦૮ તેમજ પોલીસ ટૂકડી પણ દોડી હતી. પંપ પર પહોંચેલા ફાયરના જવાનોએ અગ્નિશમન માટે તૈયારીઓ આરંભી હતી. તે દરમિયાન આ કાર્યવાહી ફાયરબ્રિગેડ, પોલીસ તથા ૧૦૮ની સતર્કતા ચકાસવા માટે મોકડ્રીલના ભાગરૃપે યોજવામાં આવી હોવાનો ખુલાસો કરાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh