Advertisement
Author: નોબત સમાચાર

બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ સમસ્તના સંસ્કૃતમાં ઉચ્ચતમ ગુણાંકો મેળવનાર છાત્રોને સ્કોલરશીપ

જામનગર તા. ૧૩ઃ જામનગરના બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ સમસ્તના શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા તમામ જ્ઞાતિજનોના સંતાનો કે જેમણે ર૦રર-ર૩ માં માત્ર સંસ્કૃત પરીક્ષામાં ઉચ્ચતમ ગુણાંક પ્રાપ્ત કર્યા હોય તેમને સ્કોલરશીપ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્કૃત પરીક્ષામાં ૭૦ ટકા ઉપરનાને ફી ના રપ ટકા, ૮૦ ટકા ઉપરનાને ફી ના પ૦ ટકા અને ૯૦ ટકા ઉપરનાને ફી ના ૧૦૦ ટકા સ્કોલરશીપ આપવામાં આવશે. જે રકમ સીધી બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. આથી ઓરીજીનલ માર્કશીટ તથા ઝેરોક્ષ, બેંક ખાતાની ઝેરોક્ષ જેમા નામ, ખાતા નંબર, આઈએફએસસી હોવા જોઈએ. ફી ની રસીદની નકલ જોડવાની રહેશે.

આ તમામ આધાર-પુરાવાના કાગળો નારણજી હીરજી ભોગાયતા હરસિદ્ધિ ભુવન, પ્લોટ નં.૧૧૯ ફેઝ-૩, વાલ્કેશ્વરી નગરી, જામનગરના સરનામે તા. ર-૧૦-ર૩ ના સાંજે ૪ થી ૬-૪૦ સુધીમાં પહોંચાડી દેવાના રહેશે. વધુ વિગતો માટે મો.નં. ૯૯૦૯૧ ૧૩૩૬૯ ઉપર સંપર્ક કરવા હીરજી રામજી ભોગાયતા તથા રંભાબેન હીરજી ભોગાયતા ચેરીટેબલ ટ્રસ્ટના મે. ટ્રસ્ટી નારણજી ભોગાયતાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh