Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા એસ.ટી. ડેપોના બીમાર કર્મચારીના આક્ષેપો તદ્ન ખોટા

ડેપો મેનેજરનો વળતો ખુલાસો

જામનગર તા. ૧૩ઃ ખંભાળિયા એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા ડેપો મેનેજર વગેરે બે સામે માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. તેની સામે ડેપો મેનેજર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને આ કર્મચારી ફરજમાં બેદરકારી દાખવતા હોવાથી તેને નોટીસ પાઠવાતા રાગદ્વેષ રાખીને અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ કરાવાયા છે.

ખંભાળિયા એસ.ટી. ડેમોમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા રામસીભાઈ આંબલિયા કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમણે હેડ મિકેનિક અને ડેપો મેનેજર સામે આક્ષેપ કરતા સમાચારો અખબારમાં પ્રસિદ્ધ કરાવ્યા હતાં. આ અંગે ડેપો મેનેજર મીલન રાઠોડએ ખુલાસો કરતા જણાવ્યું છે કે, કર્મચારી રામસીભાઈ આંબલિયા પાસે ફક્ત બસમાં ડીઝલ ભરવાની કામગીરી કરાવવામાં આવે છે. તેઓ બસમાં ડીઝલ ભરતા સમયે કાળજી રાખતા નથી અને ડીઝલનો જથ્થો રસ્તા ઉપર ઢોળાતો રહે છે, અને આ બાબતે નોટીસ આપવા જતા તેઓ સ્વીકારતા પણ નથી

અગાઉ દોઢેક માસ પહેલા પણ તેમને બેદરકારી બદલ તેના પગારમાંથી શા માટે રિકવરી ન કરવી? તેને નોટીસ પણ આપવામાં આવી હતી, પરંતુ રામસીભાઈ આંબલિયા ફરજમાં સુધારો કરતા નથી આથી તેમણે ડેપો મેનેજર અને હેડ મિકેનિક સમક્ષ જાહેરમાં ખોટા આક્ષેપ કર્યા છે. તેમ ખંભાળિયા એસ.ટી. ડેપોના મેનેજર દ્વારા લેખિત ખુલાસો કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh