Advertisement
Author: નોબત સમાચાર

મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત યોજાયેલી બેઠકમાં બાળકોને થતા ઘાતક રોગોની સુરક્ષા અંગે ચર્ચા

બાળકો તથા સગર્ભા સ્ત્રીઓને રસીકરણ કાર્યક્રમ હેઠળ આવરી લેવા માટે કાર્યરત

જામનગર તા. ૧૩ઃ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વડાપ્રધાનના હસ્તે ર૦૧૪ ની ડિસેમ્બરની રપમી તારીખે ઈન્દ્રધનુષ અભ્યાનનો આરંભ કરાયો હતો. મિશન ઈન્દ્રધનુષનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ બાળકોને તેઓના પ્રથમ વર્ષ દરમિયાન ર વર્ષથી નાની ઉંમરના બાળકો, ર વર્ષથી પ વર્ષની ઉંમરના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો છે. હાલ મિશન ઈન્દ્રધનુષનો પાંચમો તબક્કો ચાલુ છે. જેનો ત્રીજા રાઉન્ડના આયોજનની સમીક્ષા માટે કોર્પોરેશન કચેરીમાં તા. ૬-૧૦-ર૦ર૩ ના એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અધિકારી, શિક્ષણ વિભાગ, શાસનાધિકારીના પ્રતિનિધિ, આઈસીડીએસ વિભાગ, જી.જી. હોસ્પિટલના પ્રતિનિધિ, રોટરી ક્લબના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં. આ અભિયાનમાં ઉપરોક્ત વિભાગો સાથે તેઓના વિભાગના મદદથી વધુમાં વધુ રસીથી વંચિત રહેલા બાળકો/સગર્ભા સ્ત્રીઓ રસીકરણ કેન્દ્ર ઉપર મોબીલાઈઝ કરવા માટેની કામગીરી કરવામાં આવે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

મિશન ઈન્દ્રધનુષ રાઉન્ડ દરમિયાન જાહેર જનતાને રસીકરણ અભિયાન (ઈન્ટેન્સીફાઈડ મિશન ઈન્દ્રધનુષ) નો લાભ લઈ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ નિઃશુલ્ક રસીકરણનો લાભ મેળવી અટકાવી શકાય તેવા ધનુર, ઝેરી કમળો, પોલીયો, ક્ષય, ડીપથેરીયા, ઉટાટીયું, હીબ બેકટેરીયાથી થતા ન્યુમોનિયા તેમજ મગજનો તાવ જેવા રોગો અને ઓરી જેવા ઘાતક રોગો સામે સુરક્ષા મેળવવા અંગે જાગૃત કરવા અને તે અંગેના કાર્યક્રમો માટે ચર્ચા થઈ હતી. ઉપરોક્ત રસીઓ મિશન ઈન્દ્રધનુષ સેશન, મમતા દિવસ, આંગણવાડી કેન્દ્રો, શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ જી.જી. હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાનું પણ જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh