Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે યોજાશે 'આંતર શાળા રાસ ગરબા' સ્પર્ધા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા

જામનગર ૧૩ઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગર સંચાલિત પ્રાથમિક શાળાઓની આંતર શાળા રાસ ગરબા સ્પર્ધા આવતીકાલ તા. ૧૪ને શનિવારે સાંજે પાંચ વાગ્યે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં યોજવામાં આવી છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર વિનોદ ખીમસૂર્યા અતિથિવિશેષ તરીકે, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, ડેત્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેષ કગથરા, દંડક નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, કમિશનર ડી.એન. મોદી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, ભાજપના મહામંત્રી પ્રકાશ બાંભાણિયા, વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટુ ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા, ઉપાધ્યક્ષા પ્રજ્ઞાબા સોઢા અને શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ અને તેની ટીમ દ્વારા થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh