Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્રમાં સૌથી લાંબા જામનગરમાં બનતા ફલાય ઓવરબ્રીજના કામનું નિરીક્ષણ કરતા સ્ટે. ચેરમેન

જામનગર તા. ૧૩ ઃ સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાય ઓવરબ્રીજનું જામનગરમાં નિર્માણ થઈ રહ્યું છે. આજે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા તેની મુલાકાત લેવામાં આવી હતી અને સબ સલામત હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આશરે ૩.૪ કિ.મી.ની લંબાઈના ફલાયર ઓવર બ્રીજનું જામનગરમાં નિર્માણ થઈ રહ્યું છે.

આજે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન નિલેષ કગથરાએ પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખાના અધિકારીને સાથે રાખીને ફલાય ઓવર બ્રીજના કામના સ્થળની મુલાકાત કરી હતી. આ સમયે કોન્ટ્રાકટરને પણ હાજર રાખવામાં આવ્યા હતાં. કામની ગુણવત્તા ચકાસણી કરી હતી અને માલ-મટીરીયલની ગુણવત્તા પણ ચકાસણી કરી હતી અને સમય મર્યાદા પહેલા કામ પૂર્ણ કરવા કોન્ટ્રાકટરને સૂચના આપી હતી. ખાસ કરીને નવરાત્રિના તહેવારોમાં રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલી પડે નહીં તેની તકેદારી રાખવાની પણ સૂચના આપી હતી. અત્યાર સુધીમાં ૬૦ ટકા જેટલું કામ અને હાલ તેની નિયત ઝડપ મુજબ જ કામ ચાલે છે.

મતલબ કે ફલાય ઓવરબ્રીજનું કામ સંપૂર્ણપણે બરાબર રીતે ચાલે છે કોઈ જ ક્ષતિ જોવા મળી નથી તેઓ અભિપ્રાય ચેરમેન દ્વારા ઠપકારી દેવાયો છે. આમ હવે કોન્ટ્રાકટરને કલીનચીટનું સર્ટિ. મળી ગયું છે.

મેયર વગેરેને કેમ સાથે ન રાખ્યા ?

ફલાય ઓવરબ્રીજની સ્ટેન્ડીંગ ચેરમેનની મુલાકાતથી ભાજપમાં ચર્ચા

જામનગરમાં ભાજપનું સંગઠન મજબુત છે અને તમામ હોદ્દેદારો સાથે મળીને કામ કરે છે તેવો માહોલ રજુ થતો રહે છે પરંતુ જામનગરમાં નિર્મણાધિન ફલાય ઓવર બ્રીજના કામના સ્થળનું આજે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ નિરીક્ષણ કર્યું હતું. પરંતુ સવાલ એ છે કે કેમ તેઓ એકલા જ ગયા. મેયર, ડેપ્યુટી મેયર, દંડક નેતા વગેરેને કેમ સાથે ન રાખ્યા? રાત્રિ સફાઈના નિરીક્ષણ માટે તો તમામને સાથે રાખવામાં આવે છે તો પછી ઓવરબ્રીજના મલાઈવાળા તગડી રકમના કામનો સ્થળની મુલાકાતે ચેરમેન એકલા કેમ ગયા ? કેમ અન્ય હોદ્દેદારોને સાથે રાખવામાં આવ્યા નહીં ? તે સવાલે ચર્ચાનું જોર પકડ્યું છે. શું આ બાબતની ભાજપ સંગઠન નોંધ લેશે ખરા ? ભાજપમાં ચાલતા અંદરો-અંદરના ગ્રજગ્રાહને હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. જો કે હવે આવતા દિવસોમાં અન્ય હોદ્દેદારો મુલાકાત કરે તો નવાઈ નહીં. જે હોય તે આજનો વિષય તો ચર્ચાને પાત્ર બન્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh