Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવાપરના યુવાનનું ઝેરી જનાવર કરડી જતાં મૃૃત્યુઃ
જામનગર તા.૧ ઃ કાલાવડના ખડધોરાજી ગામના એક યુવાન ચક્કર આવતા પડી ગયા પછી મોતને શરણ થયા છે. જ્યારે જીવાપર ગામના યુવાનને ઝેરી જનાવર કરડી જતાં તેઓએ જીવ ગુમાવ્યો છે. તેમજ ખંભાળિયાના હર્ષદપુરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
જામનગર તાલુકાના ખડધોરાજી ગામમાં રહેતા મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પીપળીયા ગામના વતની મેઘજીભાઈ હરીભાઈ બગડા (ઉ.વ.૪૩) નામના યુવાન ગઈકાલે સવારે છએક વાગ્યે પોતાના ઘરમાં બાથરૃમ નજીક બ્રશ કરતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા ફસડાઈ પડ્યા હતા. તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. વનીતાબેન મેઘજીભાઈએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના જીવાપર ગામના મુકેશભાઈ લખુભાઈ પરમાર નામના ૪૬ વર્ષના સતવારા યુવાનને ગઈ તા.૧૯ની રાત્રે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા મુકેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. વિજયાબેન પરસોત્તમભાઈ કણઝારીયાએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના હાપીવાડી વિસ્તારમાં રહેતા ધનજીભાઈ રવજીભાઈ કણઝારીયા નામના યુવાનને ગુરૃવારે રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર અરજણભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial