Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સંસદીય વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૫૨ કરોડ, આયુષ્યમાન ભારત હેઠળ ૧૪૧ કરોડ ચૂકવાયા

સંસદ સભ્ય પૂનમબેન માડમના પ્રયાસોના કારણે

જામનગર તા.૧ ઃ જામનગર સંસદીય વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશનમાં ૧૫૨ કરોડ, આયુષ્યમાન ભારતમાં ૧૪૧ કરોડ ચૂકવાયા હતા.

જામનગર સંસદીય વિસ્તારના જામનગર શહેર, જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા તથા મોરબી સંસદીય વિસ્તારના જામનગરમાં આવતા આમરણ વિસ્તારમાં સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી તથા તેમના દ્વારા વહીવટી અધિકારીઓ મારફત થયેલી સફળ કામગીરીથી લોકોને સરકારી યોજનાઓનો ખૂબજ લાભ મળ્યો છે.

જામનગર વિસ્તારમાં આયુષ્યમાન પીએમજેએવાય યોજનામાં કુલ ૧૧૮૦૫૩ લાભાર્થી તથા મા યોજનામાં ૨૭૬૨૮૮ લાભાર્થીઓ નોંધાયેલા હતા જેમાંથી લાભાર્થી જેમને કાર્ડમાં સહાય મળી હોય તેની રકમ ૮૨.૦૪ કરોડ છે. જ્યારે દ્વારકા જિલ્લામાં પીએમજેએવાયમાં ૫૭૬૩૪ તથા મા યોજનામાં ૧૨૨૬૦૬ લાભાર્થી સાથે કુલ ૧૮૦૨૪૦ નોંધાયા હતા જેમને ૫૯.૨૮ કરોડની સહાય ચૂકવાઈ છે.

હાલાર વિસ્તારમાં માલિકીના મકાનોમાં રૃા.૨.૬૭ લાખની સહાય મળવા પાત્ર હતી જેમાં કુલ ૧૬૧૭૩ લાભાર્થીઓને ૭૭.૩૮ કરોડની સહાય ચૂકવાઈ છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલયો બનાવવા અપાતી સહાયમાં જામનગર જિલ્લામાં ૬૦૧૬ લાભાર્થીઓને, જામનગર શહેરમાં ૬૯૩૨૬ને, દ્વારકા જિલ્લામાં ૧૫૦૧૫ને તથા મોરબીમાં ૯૫૧ને મળી કુલ ૧૪૫૪૬૧ લભાર્થીઓને ૧૫૨.૧૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh