Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતોના હિતમાં કેન્દ્રે લીધેલા ચાર નિર્ણયો રાજ્યમાં ઝડપભેર લાગુ કરાશેઃ રાઘવજી પટેલ

કેન્દ્રિય ઉર્વરક મંત્રીની વીડિયો કોન્ફરન્સમાં જોડાયા રાજ્યના કૃષિમંત્રીઃ

જામનગર તા. ૧ઃ કેન્દ્રિય ઉર્વરક મંત્રીની અધ્યક્ષતામાં રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, કે કેન્દ્રે લીધેલા ખેડૂતોના ચાર હિતકારી નિર્ણયોનો અમલ ગુજરાતમાં ઝડપથી થશે.

ભારત સરકારના કેન્દ્રિય ઉર્વરક મંત્રી દ્વારા વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતમાંથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ જોડાયા હતાં. આ અંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા વિવિધ ચાર નિર્ણયોની કેન્દ્રિય ઉર્વરક મંત્રી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ચાર નિર્ણયોમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે રૃા. ૩.૬૮ લાખ કરોડની યુરિયા સબસિડી મંજુર કરવામાં આવી છે. પી.એમ. પ્રણામ યોજના અંતર્ગત જે રાજ્ય સબસિડાઈઝ ખાતરનો વપરાશ ઘટાડશે તે રાજ્યને સબસિડીની થતી બચતના પ૦ૅ ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. ગોબરધન યોજના અંતર્ગ ઉત્પન્ન કરેલા બાયોગેસ અને કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટમાંથી બનાવેલ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેખ્યુર ખાતરને પ્રોત્સાહન આપવા માટે માર્કેટ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ ઘટક તરીકે રૃપ. ૧પ૦૦/મે.ટન, સબસિડી આપવામાં આવશે.

આ ઉપરાંત સલ્ફર કોટેડ યુરિયાને યુરિયા ગોલ્ડ નામથી લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ઘ૭ ટકા નાઈટ્રોજન યુરિયા ઉપર ૧૭ ટકા સલ્ફર તત્ત્વનું કોટીંગ કરાયું છે જેનાથી યુરિયાનો કાર્યક્ષમ ઉપયોગ થશે તેમ જણાવી મત્રી રાઘવજી પટેલે ભારત સરકારના નિર્ણયને આવકારીને ગુજરાતમાં તેના ઝડપી અમલીકરણ માટે કટીબદ્ધતા દર્શાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh