Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને ફ્રી-અન્ય દર્દીઓની વાજબી ભાવે સારવારઃ
જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લાની સૌથી મોટી શ્રદ્ધા હોસ્પિટલ પ્રાઈવેટ લિમિટેડમાં એક જ જગ્યાએ એક જ છત નીચે મલ્ટી ઓપરેશનોની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં આયુષ્માન કાર્ડવાળા માટે ફ્રી-નિઃશુલ્ક સારવાર અને આયુષમાન કાર્ડ ના હોય તો પણ તેની વ્યાજબી ભાવે સારવાર મળી શકે છે.
હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગમાં ડિલિવરી, સિઝેરિયન, ગર્ભાશય (કોથળી) વંધ્યત્વ નિવારણ, મોટા કાપા વગર લેપ્રોસ્કોપીથી થતાં ઓપરેશન અને સ્ત્રી રોગની તપાસની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે નવજાત શિશુ અને બાળકોના વિભાગમાં ડિલિવરી પછી સારવાર માટે દાખલ કરી સારવાર વ્યવસ્થા ફોટો થેરાપી વેન્ટિલેટર વગેરે તમામ સારવાર ઉપલબ્ધ છે.
તદુપરાંત હાડકા તથા સાંધાનો વિભાગમાં ફ્રેક્ચર એક્સિડન્ટ, કમર તથા સાંધા, ખોડ ખાપણ અને સાંધા બદલવાના ઓપરેશનો તેમના સર્જરી વિભાગમાં અપેન્ડિક્સ, આંતરડા, પથરી, કિડની, લિવર વગેરે પેટના દર્દીના ઓપરેશન અને મોટા કાપા વગર લપ્રોસ્કોપી (દૂરબીન)થી થતા ઓપરેશનો થાય છે.
અહીં ન્યુરો સર્જરી વિભાગ પણ છે, જેમાં માથા તથા મગજની ઈજા અને કરોડરજ્જુ, મણકા તથા તેની ગાદી, ઈજા વગેરેના ઓપરેશનો થાય છે, તેમજ પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી, લાંબાગાળાના ન રૃઝાતા ઉઘાડા ઘા, હલનચલન નસો, લોહીની અને જ્ઞાનતંતુ નસો, મોઢાના દેખાવ માટે, સ્તનને લગતી, પેટની ચરબીના ઓપરેશન વગેરે થાય છે.
એક્સિડેન્ટ કે શરીરના ઘણાં બધા ભાગમાં ઈજાઓ હોય ત્યારે લાંબો સમય શી શી સંઘાડી ઘણાં બધા જુદા જુદા સર્જન દ્વારા ઘણાં બધા ઓપરેશનની જરૃર પડે તેને પોલી ટ્રો મા કહેવાય, જેમાં ન્યુરો સર્જન, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, સ્પાઈન સર્જન, મેંક્ષિલો ફેસીઅલ સર્જન વગેરે સંયુક્ત રીતે સંકલનથી જોડાય છે.
અહીં કસરનો વિભાગ પણ છે, જેમાં કસરત માટેના સુપર સ્પેશિયાલીસ્ટ ઉપલબ્ધ છે, જેઓ ડોક્ટર દ્વારા જરૃરી સૂચનાઓ સાથે ખાસ કસરત કરાવવાની અને ઘરે કરવા શીખડાવવાની જવાબદારી નિભાવે છે, તેમ ડો. શુક્લની શ્રદ્ધા હોસ્પિટલ પ્રા.લિ. દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial