Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ સ્થળે થનારૃ પ્રોડકશન દેશના ત્રીજાભાગના ઉત્પાદન જેટલું રહેવાનું છેઃ કંપની
મુંબઈ તા. ૧ઃ ભારતના કેજી ડી-૬ બ્લોકમાં ત્રીજા ડીપ વોટર ફિલ્ડમાંથી રિલાયન્સ અને બીપીએ ઉત્પાદન શરૃ કર્યુ છે. કેજી ડી-૬ બ્લોકમાં તેનું સર્વોચ્ચ ઉત્પાદન ભારતના ત્રીજા ભાગનાં ઘરેલું ગેસ ઉત્પાદન જેટલું રહેશે, તેમ જણાવાયું છે. આ અંગે મુકેશ અંબાણીએ ગર્વ વ્યક્ત કર્યો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને બીપી પીએલસીએ ટેસ્ટિંગ અને કમિશનિંગની પ્રવૃત્તિઓને પગલે આજે એમજે ફિલ્ડમાંથી ઉત્પાદનના આરંભની પુષ્ટિ કરી છે. ભારતના પૂર્વ કાંઠાથી દૂર કેજી ડી૬ બ્લોકમાં આરઆઈએલ- બીપી કન્સોર્ટિયમે શરૃ કરેલા ઉત્પાદનમાં એમ જે ફિલ્ડ ત્રણ મુખ્ય નવા ડીપવોટર ડેવલપમેન્ટ્સમાંનું સૌથી છેલ્લું ફિલ્ડ છે.
અગાઉ ડિસેમ્બર ૨૦૨૦માં આર-ક્લસ્ટર ફિલ્ડ તથા એપ્રિલ ૨૦૨૧માં સેટેલાઈટ ક્લસ્ટરના આરંભ બાદ હવે એમજે ફિલ્ડમાંથી ગેસ અને કન્ડેન્સેટ ઉત્પાદનની શરૂઆત થઈ છે. તમામ ત્રણ ડેવલપમેન્ટ આ બ્લોક માટેના પ્રવર્તમાન હબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે.
એમ જે ફિલ્ડ તેના સર્વોચ્ચ ઉત્પાદન સ્તર પર પહોંચશે ત્યારે આ ત્રણેય ફિલ્ડ સાથે મળીને, એક દિવસમાં આશરે ૩૦ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ (૧ બિલિયન ક્યુબિક ફીટ પ્રતિદિન)નું ઉત્પાદન કરશે તેવી અપેક્ષા છે, જે દેશના વર્તમાન ઘરેલુ ગેસ ઉત્પાદનમાં આ આશરે એક-તૃતિયાંશ જેટલો હિસ્સો ધરાવે તેમજ ભારતની માગના આશરે ૧૫%ની આપૂર્તિ કરશે તેવી અપેક્ષા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે,ઃ બીપી સાથે અમારી ભાગીદાર પર અમને ગર્વ છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી પડકારરુપ પરિસ્થિતિઓમાં જટિલમાં જટિલ પ્રોજેક્ટ્સને કાર્યાન્વિત કરવામાં અમારી નિપૂણતાને સંયોજિત કરે છે. અન્ય કેજી ડી૬ ફિલ્ડ્સની સાથે, એમજે ડેવલપમેન્ટ ખરા અર્થમાં તેમજ ભારત સરકાર દ્વારા પરિકલ્પના કરાયેલામેક ઈન ઈન્ડિયાએનર્જી વિઝનનું સમર્થન કરે છે.
બીપીના ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ લૂનીએ ઉમેર્યું હતું કે,ઃ આ નવા ડેવલપમેન્ટને સુરક્ષિત રીતે કાર્યાન્વિત થવા સુધી પહોંચાડીને, આરઆઈએલઅને બીપી ગેસના સુરક્ષિત પૂરવઠા માટે ભારતની માગને પરિપૂર્ણ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આરઆઈએલસાથે અમારી નિકટવર્તી વ્યૂહાત્મક ભાગીદારી હવે ૧૫ વર્ષ કરતા પણ વધુ સમયગાળો પસાર કરી ચૂકી છે અને હવે તે ભાગીદારી ગેસ, રિટેલ, એવિયેશન ફ્યુઅલ તથા સાતત્યપૂર્ણ મોબિલિટી ઉપાયોના ક્ષેત્રમાં ઘનિષ્ઠ બની રહી છે તેનો અમને ગર્વ છે. સાથે મળીને અમે ભારતની સતત વધી રહેલી ઊર્જાની માગને પહોંચી વળવા, વાસ્તવિક મૂલ્યના સર્જન માટે દરેક ભાગીદારના શ્રેષ્ઠ તત્ત્વને બહાર લાવવામાં મદદરૂપ થઈ રહ્યા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૧૩માં શોધાયેલું અને ૨૦૧૯ માં મંજૂર કરાયેલું, એમજે ફિલ્ડ ભારતના પૂર્વ કાંઠે ગાડીમોગા સ્થિત પ્રવર્તમાન ઓનશોર ટર્મિનલથી આશરે ૩૦ કિ.મી.ના અંતરે પાણીની સપાટીએથી ૧,૨૦૦ મીટરની ઊંડાઈએ આવેલું છે. એમ જે એ હાઈપ્રેશર એન્ડ હાઈ ટેમ્પરેચર (એચપીએચટી), ગેસ એન્ડ કન્ડેન્સેટ ફિલ્ડ છે. આ ફિલ્ડના આઠ કૂવામાંથી ઉત્પાદન થશે અને પ્રતિ દિન આશરે ૨૫,૦૦૦ બેરલ તથા ૧૨ એમએમએસસીએમડી-ગેસનું પીક ઉત્પાદન થશે.
આ ડેવલપમેન્ટમાં નવા ફ્લોટિંગ પ્રોડક્શન, સ્ટોરેજ એન્ડ ઓફલોડિંગ (એફપીએસઓ) વેસલ- ધ રૃબીનો સમાવેશ થાય છે- જેનું કામ કન્ડેન્સેટ, ગેસ, પાણી તથા અશુદ્ધિઓને પ્રોસેસ કરીને પછી વેચાણ માટે ગેસને ઓનશોર મોકલવાનું છે. કન્ડેન્સેટનો સંગ્રહ એફપીએસઓ પર કરાય છે અને ત્યારબાદ ભારતીય રિફાઈનરીઓમાં પૂરવઠા માટે ટેન્કર્સ દ્વારા હેરફેર માટે ઓફલોડ કરવામાં આવે છે.
આરઆઈએલ એ કેજી ડી૬ બ્લોકમાં ઓપરેટર છે જે ૬૬.૬૭% સહભાગી હિત ધરાવે છે જ્યારે બીપી ૩૩.૩૩% સહભાગી હિત ધરાવે છે, તેમ કંપનીની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial