Advertisement
Author: નોબત સમાચાર

જગતમંદિરના પ્રવેશદ્વારો પર ખડકાયા વામનથી માંડીને વિરાટ દબાણોઃ તંત્ર મૌન

વહીવટી તંત્ર, પોલીસના સૂચક મૌનથી યાત્રાળુઓ લાચારઃ

ઓખા તા.૧ ઃ દ્વારકામાં જગતમંદિરના બંને પ્રવેશદ્વારો પર વર્ષાેથી ધંધો કરતા કેટલાક વ્યવસાયોએ તંત્રની આંખ આડા કાનની નીતિનો ભરપુર લાભ લઈ વામનથી માંડી વિરાટ દબાણો સર્જી દીધા છે. યાત્રાળુઓને પડતી મુશ્કેલી હજુ પણ વહીવટી તંત્ર કે પોલીસના ધ્યાનમાં આવતી નથી તેથી દબાણકર્તાઓની ઉપર સુધીની પહોંચનો અંદાજ આવી રહ્યો છે!

દ્વારકા શહેરમાં આવેલા જગતમંદિરના બંને પ્રવેશદ્વાર પર ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાઈ રહી છે. આ વિસ્તારમાં વ્યવસાયી કરતા વામનથી માંડીને વિરાટ વ્યવસાયીઓ પથારા પાથરી આ સમસ્યાને વધુ ધારદાર બનાવી રહ્યા છે. ત્યારે તે દબાણો દૂર કરવા સામે ચીફ ઓફિસર, પોલીસ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય, યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પોતાની દુકાનની જ્યાં હદ પૂરી થાય ત્યાંથી ઓટલો બનાવી અગાઉ દબાણ કરનાર વેપારીઓએ હવે પોતાની દુકાનની બહાર ટેબલ રાખવા ઉપરાંત ઉપરના ભાગે છજા જેવા પડદાઓ પર નાખી દઈ અધિકારીઓની નબળાઈનો લાભ લેવાનું શરૃ કર્યું છે અને તંત્રવાહકો પણ ઉપરોક્ત દબાણો જોવામાં જ આવતા ન હોય તે રીતે દબાણો પૂર્વવત રાખવા દઈ રહ્યા છે.

કોરોનાકાળ પછી જગત મંદિરે યાત્રાળુઓની સંખ્યા વધી છે ત્યારે જગતમંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપરાંત પાછળના પ્રવેશદ્વાર પરના દબાણો યાત્રાળુઓને આવવા-જવામાં મુશ્કેલી સર્જી રહ્યા છે. તેમ છતાં આ ધંધાર્થીઓને કોઈપણ રોકટોક કરવામાં તંત્રવાહકો વામણા પુરવાર થઈ રહ્યા છે.

દ્વારકામાં રખડતા ઢોરના આતંક વચ્ચે ઉપરોક્ત વિરાટ દબાણો લોકોની મુશ્કેલી વધારતા હોવા છતાં અને રજૂઆતો આવતી હોવા છતાં પોલીસ અને વહીવટી તંત્ર આ સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ જતાં હોય આશ્ચર્ય પ્રસરી ગયું છે. આ દબાણોને હટાવવા નવનિયુક્ત કલેક્ટર પગલાં ભરે તેવી લોકોની લાગણી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh