Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેઈલરના ચાલક સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧ ઃ લાલપુર તાલુકાના ઝાખર ગામના એક યુવાન પોતાની ઈકો મોટર લઈને જતાં હતા ત્યારે રોડ પાસે બેદરકારીથી પાર્ક કરવામાં આવેલા એક ટેઈલર પાછળ તેમની મોટર ઘૂસી જતાં ગંભીર ઈજા થવાથી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
લાલપુર તાલુકાના ઝાખર ગામના વિશ્વરાજસિંહ નિર્મળસિંહ મહિડા (ઉ.વ.૨૧) નામના યુવાન પોતાની જીજે-૧૦-બીજે ૯૩૨૫ નંબરની ઈકો મોટર લઈને જતાં હતા.
માર્ગમાં આરજે-૧૯-જીએફ ૪૯૧૪ નંબરનું એક ટેઈલર રોડ પર તેના ચાલકે પાર્ક કરી દીધુ હતું. તે ટેઈલરની પાછળ વિશ્વરાજસિંહની મોટર ટકરાઈ પડતા ગંભીર ઈજા પામેલા વિશ્વરાજસિંહનું મૃત્યુ નિપજ્યું છે. ઝાખરના ચંદ્રસિંહ રામસંગ જાડેજાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ટેઈલરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૦૪ (અ), ૨૮૩ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial