Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈને ભડ ભડ કરતી સળગી ઊઠીઃ ડ્રાઈવર બચી ગયો!
મુંબઈ તા. ૧ઃ મુંબઈના બુલઢાણામાં એક ખાનગી બસ અકસ્માતમાં બસ સળગી જતાં ર૬ મુસાફરો ભડથુ થઈ ગયા હતાં અને ૭ મુસાફરો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઉત્તરાખંડમાં પણ એક ગમખ્વાર કાર દુર્ઘટનામાં ૧૦ વ્યક્તિના મૃત્યુ થયા હોવાના અહેવાલો છે.
મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. યવતમાલથી પૂણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ. એને કારણે એમાં આગ લાગી ગઈ. બસમાં ૩૩ લોકો સવાર હતાં જેમાં ર૬ લોકો દાઝી જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતાં. બસની બારીના કાચ તોડીને કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ તેઓ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળે છે. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ નજીક સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર મોડી રાત્રે લગભગ ૧-૩૦ વાગ્યે આ અકસ્માત થયો હતો.
બુલઢાણાના એસપી સુનિલ કડાસેને જણાવ્યું કે, અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો છે. તેણે જણાવ્યું કે ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત થયો હતો. બાદમાં બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ૩ બાળકોના પણ મોત થયા છે. નજરે જોનારના જણાવ્યા અનુસાર ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ હતી. બાદમાં બસ ડિવાઈડર સાથે અથડાયા પછી પલટી ગઈ હતી. બસ ડાબી તરફ પલટી હતી, જેના કારણે બસનો દરવાજો નીચેની તરફ આવી ગયો હતો. આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલીસે બસમાંથી ર૬ મૃતદેહોને બહાર કાઢ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે.
સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, બસ પલટી જવાને કારણે ડીઝલની ટાંકી ફાટી હતી. જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ ગયું હતું જેના કારણે આગ લાગી હતી. આગે થોડી જ વારમાં આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે પિંપલખુટા ગામ પાસે આ અકસ્માત થયો હતો. મોડી રાત્રે લગભગ ૧-૩૦ વાગ્યાના આસપાસ તે પોલ સાથે અથડાઈને ડિવાઈડર સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ ૭ મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, મુસાફરો નાગપુર, વર્ધા અને યવતમાલના રહેવાસી હતાં.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૃા. પ-પ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ મૃતકોના પરિવારજનોને ર લાખ રૃપિયા અને ઘાયલોને પ૦,૦૦૦ રૃપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ડ્રાઈવરે બસમાં સંતુલન ગુમાવી દીધું હતું. બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ હતી. કોંક્રીટ ડિવાડઈર સાથે અથડાયા પછી એ પલટી ગઈ હતી. બસ ડાબી તરફ વળી જેના કારણે બસનો દરવાજો નીચે આવી ગયો. આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલીસે બસમાંથી ર૬ મૃતદેહને બહાર કાઢ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે.
ઉત્તરાખંડમાં પણ અકસ્માત
ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક એસયુવી કાર ૬૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી. આ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા હતાં. પિથોરાગઢના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, બોલેરો કારમાં ડ્રાઈવર સહિત ૧૦ લોકો સવાર હતાં. અકસ્માતમાં કોઈ બચ્યું ન હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial