Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના સમુદ્ર કિનારે આવેલા
દ્વારકા તા. ૩૦ઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના સમુદ્ર કિનારે આવેલ લાઈટ હાઉસ પરિસરનું વિકાસના ભાગરૃપે સુવિધાઓ સાથે આકર્ષક સુશોભન કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કેન્દ્રિય શીપીંગ મંત્રી સોનીવાલના હસ્તે આજે તા. ૧-૭-ર૦ર૩ ના સાંજે છ વાગ્યે કરવામાં આવશે.
આ પ્રસંગે સંસદસભ્ય પૂનમબેન માડમ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય પબુભા માણેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
લાખો ફૂટમાં પથરાયેલા લાઈટ હાઉસ પરિસરમાં દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને સમુદ્ર કિનારાનો સુંદર નજારો જોવા માટે તેના માટે ફૂટપાથ તથા સેલ્ફી પોઈન્ટ રંગીન ફૂવારા બાગ બગીચા ફૂડ કોટ સહિતની સુવિધાઓ આ પરિસરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અલાઈદા અને પ્રવાસીઓ માટે આકર્ષણરૃપ સમુદ્ર કિનારાથી માત્ર પ૦ મીટર આવેલ આ લાઈટ હાઉસનું પરિસર પ્રવાસી યાત્રિકો માટે જોવા અને માણવા માટેનું એક અદ્ભુત સ્થળ બની રહેશે. સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલા લાઈટ હાઉસો ખૂબ જ જોવાલાયક સ્થળ હોય અને તેમાં કેન્દ્રની ભાજપ સરકારે વિકાસ સાથેની અનેક આકર્ષક યોજનાઓ શરૃ કરી રહી છે ત્યારે દ્વારકાનું આ લાઈટ હાઉસ ભારતના તમામ લાઈટ હાઉસોમાં એક આકર્ષણનું પ્રથમ કેન્દ્ર બની રહેશે. વર્ષો પૂર્વે બનાવવામાં આવેલ દ્વારકાનું લાઈટ હાઉસ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ પણ ખૂબ જ મજબૂત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial