Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં
જામનગર તા. ૧રઃ રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-ર૦ર૬ દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લામાં એક દિવસીય જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજવામાં આવશે.
રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આવતીકાલે તા. ૧૩-૧ર-ર૦રપ ના સવારે ૧૦ કલાકથી, શ્રી લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં ક્રેડિટ લિકેજ, ડીજીએફટી/ એફઆઈઈઓના સંકલનમાં એક્સપોર્ટ સેમિનાર, સ્ટાર્ટઅપ તેમજ પીએમએફએમઈ યોજના અંગેના સેમિનારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બ્રાન્ડિંગ અંગે બ્રાસપાર્ટસ બાંધણી, હસ્કતલા કારીગરોના તેમજ ઉદ્યોગોને વિવિધ બેંકો તરથી તથા વિવિધ સરકારી કચેરીઓ મારફત અમલીકૃત યોજનાઓની માહિતી પૂરી પાડતા આનુષંગિક સ્ટોલ પણ રાખવામાં આવશે, તેમજ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ પ્રોત્સાહન યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ઉદ્યોગકારો તેમજ નાગરિકોને ઉપસ્થિત રહેવા જામનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial