Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો સહિત રહેણાંક વિસ્તારોમાં આંતરિક માર્ગોને અગ્રતા અપાઈ
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં કુલ રૂ. ૪૧ કરોડ ૩૦ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચાર દરખાસ્તો ચેર પરથી રજૂ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૦ સભ્ય ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વ.) મુકેશ વરણવા, ઇંચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહૃાાં હતા.
સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૧૩) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨૫૦ લાખ, સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૧૪) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨૫૦ લાખ ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી.
વોર્ડ નં. ૧૧, ગુજરાત ગેસ પમ્પથી નવનાલાથી યોગેશ્વરનગરથી હાપા માર્કેટ યાર્ડ રેલવે બીજ સુધી ૩૦ મીટર પહોળા રોડ પર સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૧૦૯૬.૬૧ લાખ, વોર્ડ નં. ૧૦માં પોટરીવાળી ગલીમાં પોસ્ટ ઓફીસ થી સતવારા સમાજ થઈ ઈન્દિરા રોડના પેટ્રોલ પમ્પ તથા તેની લગત આંતરિક શેરી વિસ્તારના સી.સી. રોડ તથા ધણ શેરીની ખાડથી ભાનુશાળી લોખંડવાળા થઈ પેટ્રોલ પમ્પને જોડતા આડા ઊભા રોડમાં સી.સી. રોડ બનાવવાના કામ માટે રૂ. ૧૬૩.૯૧ લાખ, વોર્ડ નં.૧૫, કનસુમરા પાટીયા સામેથી સર્વે નં.૧૩૨૭ થી સર્વે નં.૧૩૦૭ થી સર્વે નં.૮૦ -રાજકોટ-જામનગર હાઈવે સુધી સી.સી. રોડના કામ અન્વયે વધારાના કામ માટે રૂ. ૪૭.૮૪ લાખ, વોર્ડ નં. ૨, ગાંધીનગર સ્મશાનની કમ્પાઉન્ડ વોલના કામ અંગે રૂ. ૨૧.૭૩ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭) માં સ્ટ્રેન્સિંધનિંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બીજ વર્કસના કામે અન્વયે વધારાના કામના ખર્ચ માટે રૂ. ૫ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ અન્વયે વધારાના કામના ખર્ચ અંગે રૂ. પ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ અન્વયે વધારાના કામ ના ખર્ચ અંગે રૂ. પ લાખ , સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧, ૬ અને ૭)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ અન્વયે વધારાના ખર્ચ અંગે રૂ. પ લાખ, ડીઝાઈન, ડેવલોપમેન્ટ, ઈમ્પલીમેન્ટેશન અને મેઈન્ટેનન્સ ઓફ સ્પેશિયલ ઈનેબલ વેબ પોર્ટલ યુઝીંગ લોકેશન બેઈઝ ઈન્ફોર્મેશન સીસ્ટમ અપડેટ વિથ ચેન્જ ડીટેકશનના કામ અંગે રૂ. ૮૮૫.૧૪ લાખ, જામનગર શહેરમાં ખંભાળીયા રોડ પર હોટલ વિશાલ પાસે થી સત્યમ કોલોની અન્ડર બ્રિજને જોડતી હયાત કેનાલને આર.સી.સી. બોક્ષ કેનાલ બનાવવાના કામ અંગે રૂ. ૩૯૨.૭૭ લાખ,
લાલપુર બાયપાસ જંકશન પાસે આવેલ સરદાર રિવેરાથી દડીયા ગામ (રણજીતસાગર) રોડ સુધી આસ્ફાલ્ટ પેચવર્ક/રી-કાર્પેટીંગ કરવાના કામ અંગે રૂ. ૩૩.૧૦ લાખ, શ્રી ગણેશ મહોત્સવ-૨૦૨૫ અન્વયે સરદાર રિવેરામાં આવેલ કોન્ટ્રીબ્યુશન લેન્ડમાં ફીલિંગ કરવાના કામ અંગે રૂ. ૧૨.૪૯ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જનરલ બોર્ડ ઠરાવમાં વોટર વર્કસ સબ ઈન્સ્પેકટરની મંજુર થયેલ જગ્યામાં વધારો કરવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરી ભલામણ સાથે જનરલ બોર્ડમાં મૂકવા નિર્ણય લેવાયો હતો.
આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી ચાર દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. ૯, દિપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફિસ તેમજ ચાંદીબજાર સર્કલ થઈને માંડવી ટાવર સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે રૂ. ૪૦૧.૬૪ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૫) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨૫૦ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨૫૦ લાખ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત સાયકલોથોન ઈવેન્ટ રૂટમાં આસ્ફાલ્ટ પેચવર્ક/રી-કાર્પેટીંગ કરવાના કામ અંગે રૂ. ૫૫.૧૧ લાખનું ખર્ચ માન્ય રાખવામાં આવ્યું હતું.
આમ બેઠકમાં કુલ રૂ. ૪૧ કરોડ ૩૦ લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial