Advertisement
Author: નોબત સમાચાર

ભૂપેન્દ્રભાઈ પટેલનો સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષનો સફળતમ કાર્યકાળ

ગુજરાતના મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રી

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૨: આજે ૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના ૩ વર્ષ પૂર્ણ થઈ રહૃાા છે. ૧૫૬ બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના ૧૮મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે, અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.

આ ત્રણ વર્ષોમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ય્-૨૦ બેઠકો અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં (ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર) વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સ સ્થાનિક મહત્વાકાંક્ષાઓને 'વિકસિત ભારત ૨૦૪૭' અને 'વિકસિત ગુજરાત ૨૦૪૭'ના વ્યાપક વિઝન સાથે સંરેખિત કરશે.

વર્ષ ૨૦૨૫માં ઘટેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની ગંભીર પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ, ઝડપી અને અસરકારક નેતૃત્વનો પણ પરિચય આપ્યો છે. રાજ્યની તમામ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરીને રેસ્ક્યુ ઓપરેશન, સારવાર, સહાય અને સુચારુ સંકલન વડે ગુજરાતે તેમના નેતૃત્વમાં સંકટ વ્યવસ્થાપનનો એક અનુપમ દાખલો પૂરો પાડ્યો છે.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૫ને 'શહેરી વિકાસ વર્ષ' જાહેર કરવામાં આવ્યું છે, જે રાજ્યના શહેરોને વિશ્વ સ્તરીય, આધુનિક, હરિત, ટેક્નોલોજી આધારિત અને સુવિધાસભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ ત્રણ વર્ષો દરમિયાન રમત-ગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક મંચ પર ગૌરવ મેળવ્યું છે. ગુજરાતમાં વિકસિત કરવામાં આવેલ આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યના ખેલાડીઓ માટે સતત વિકસતિ સુવિધાઓ અને રાજ્ય સરકારનો સહયોગ, ખેલાડીઓને અનુકૂળ સ્પોર્ટ્સ પોલિસીને વગેરેના કારણે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નવી ઉંચાઈઓ હાંસલ કરી છે. ગુજરાત આજે સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહૃાું છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટે દૃઢપણે આગળ વધી રહૃાું છે. ત્રણ વર્ષના આ વિકાસ યજ્ઞએ ગુજરાતને નવી આશાઓ, નવી સંભાવનાઓ આપી છે અને વૈશ્વિક સ્તરે રાજ્યની ઓળખ વધુ મજબૂત બની છે.

આ ઉપરાંત ગુજરાતમાં આ ત્રણ વર્ષનો સમયગાળો તે ત્રણ વર્ષ કૃષિ કલ્યાણના, ત્રણ વર્ષ જનવિશ્વાસના, ત્રણ વર્ષ મહિલા સશકિતકરણના, ત્રણ વર્ષ શિક્ષણના માધ્યમથી સર્વાંગી વિકાસના, આદિજાતિ કલ્યાણના, ત્રણ વર્ષ યુવા વિકાસના, ત્રણ વર્ષ શહેરી વિકાસના, ત્રણ વર્ષ શાંતિ અને સુરક્ષાના પુરવાર થયા છે.

અર્થાત્ તમામ ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમના શાસનકાળના ત્રણ વર્ષમાં ગુજરાતે વિકાસના નવા સીમાચિન્હો પ્રાપ્ત કર્યા છે.

આગામી દિવસોમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું વિશાળ આયોજન થઈ રહ્યું છે અને અમદાવાદમાં કોમનવેલ્થ ગેઈમ્સ રમાશે. જે તમામ બાબતો મુખ્યમંત્રીની સિદ્ધિઓ બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh