Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં ૧૦૦ જેટલા લોકોને વિસ્તૃત માર્ગદર્શન-સહ-પ્રદર્શન

રાષ્ટ્રીય દાંત સફાઈ દિને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રાષ્ટ્રીય દાંત સફાઈ દિવસની ઉજવણી કરાઈ હતી. જેના ૧૦૦થી વધુ લોકોએ મૌખિક સ્વાસ્થ્યની સચોટ માહિતી મેળવી હતી.

જામનગર સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વિભાગ દ્વારા રાષ્ટ્રીય દાંત સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રીના સૂચન અનુસાર જનસમુદાયમાં મોઢાની સ્વચ્છતા અને દાંતની સાચી સંભાળ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

કાર્યક્રમના સંકલનકર્તા અને વિભાગના નિષ્ણાત ડો. રોહિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગના ફેકલ્ટી સભ્યો દ્વારા દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિનું મોડેલની મદદથી જીવંત નિદર્શન રજૂ કરવામાં આવ્યું અને મોઢાની સ્વચ્છતા અંગે જાગૃતિ પ્રવચન આપવામાં આવ્યું હતું.

પ્રવચનમાં તેમણે દાંત અને દાઢની આસપાસ જામતા પ્લેકને દૂર કરવાના રસ્તાઓ, યોગ્ય બ્રશની પસંદગી, દિવસમાં બે વખત દાંત સાફ કરવાની આવશ્યકતા અને પેઢાની સંભાળ વિશે વિગતવાર સમજણ આપી હતી.મૌખિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય બ્રશિંગ ઉપરાંત અન્ય જીવનશૈલીના પાસાઓ પર પણ ધ્યાન દોરવામાં આવ્યું. તેમાં સારો આહાર, ખાંડવાળો ખોરાક ટાળવો, તમાકુના દૂષણોથી દૂર રહેવું અને નિયમિતપણે ડેન્ટલ ચેક-અપ કરાવવાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો. લોકોમાં હકારાત્મક વલણ વધારવા અને સ્વસ્થ સ્મિતને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ *હેલ્ધી સ્માઈલ સેલ્ફી બૂથ*નું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બન્યું.

કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લગભગ ૧૦૦ જેટલા લોકોને ટૂથબ્રશનું વિતરણ કરવામાં આવ્યું. સ્થળ પર પોસ્ટર, બેનર અને હેલ્થ એજ્યુકેશન ચાર્ટનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, તેમજ સામાન્ય લોકોને માહિતીપ્રદ પેમ્ફ્લેટ અને આઈઈસી સામગ્રી આપીને દાંતની સંભાળ અંગે માહિતી પહોંચાડવામાં આવી.

સંસ્થાના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ દ્વારા લોકોમાં દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિ અને રોજિંદી મૌખિક સ્વચ્છતા અપનાવવાની પ્રેરણા આપવામાં સફળતા મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh