Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી 'સશક્ત નારી મેળો' યોજાશે

સૂચારૂ આયોજન અંગે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠકઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદૃેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. ૧૧ ડિસેમ્બરથી તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન રાજયવ્યાપી 'સશક્ત નારી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરે જણાવ્યું હતું કે 'સશક્ત નારી મેળા' પહેલ થકી મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરાશે, ઉજવણી કરાશે અને તેમના પ્રયાસોને યોગ્ય પ્લેટફોર્મ પૂરૃં પાડશે. 'સશક્ત નારી મેળા' થકી મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાયજૂથો, મહિલા ખેડૂતોને સહકારી સંસ્થાઓ સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો દ્વારા પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તનકારી બદલાવને પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ જિલ્લા સ્તરીય ભાગીદારીને પણ વેગ અપાશે.

જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં અંદાજિત ૫૦ જેટલા સ્ટોલ વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવશે. જેમાં આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદૃેશ્ય મહિલા-આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા-સ્તરીય પ્લેટફોર્મ પૂરૃં પાડવાનો છે. અન્ય મહત્ત્વના ઉદૃેશ્યોમાં સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા અને એસ.એચ.જી. ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું, મહિલા કેન્દ્રીત સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને આજીવિકા કાર્યક્રમો વિશે જાગૃતિ ફેલાવવી તથા લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ અને પ્રગતિશીલ મહિલા ખેડૂતોની સિદ્ધિઓને સન્માનિત કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેળામાં મહિલા નેતાઓ અને ઉદ્યોગસાહસિકોને ઉભરતી પ્રતિભા સાથે જોડીને કૌશલ્ય વિકાસ, બજાર જોડાણો, ડિજિટલ સાક્ષરતા અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ તકે બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh