Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌ.ઝોન કક્ષાએ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે કિંજલઃ
જામનગર તા.૧૨: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા માર્ગદર્શિત જામનગર જિલ્લાકક્ષાનો પ્રતિષ્ઠિત 'કલા ઉત્સવ' તા. ૦૪/૧૨/૨૦૨૫ના જિલ્લા તાલીમ ભવન દરેડમાં યોજાયો હતો. આ સ્પર્ધામાં સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ શાનદાર પ્રદર્શન કરીને શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ઉ. મા. વિભાગમાં ધો.૧૧ ની વિદ્યાર્થિની કણજારીયા કિંજલે બાળકવિતા સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને તે આગામી સમયમાં યોજાનાર સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના કલા ઉત્સવમાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત, ઉ. મા. વિભાગમાં ચિત્રકલાની સ્પર્ધામાં વિદ્યાર્ર્થિની પરમાર માહીએ જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને પોતાની કલા પ્રતિભાનો પરિચય આપ્યો છે.
વિજેતા સ્પર્ધકોને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કલા ઉત્સવને સફળ બનાવવા બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. સંજયભાઈ જાની, સંયોજક ડો. વંદનાબેન જાની, અને ડો. દીપેનભાઈ આસોદરિયાનો શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો છે. વિદ્યાર્ર્થિનીઓની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્યા ડો. બી. એન. દવે તેમજ સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી સાથે તેમને હાર્દિક અભિનંદન સાથે કિંજલને ઝોન કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial