Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ૯૪૪ ખેડૂતો જણસી વેંચવા યાર્ડમાં આવ્યા હતાં
જામનગર તા. ૧રઃ જામનગરના માર્કેટ યાર્ડમાં લસણ, કપાસ અને ડુંગળીનું ગઈકાલે મલખબ આવક થવા પામી હતી. ગઈકાલે કુલ ૯૪૪ ખેડૂતો યાર્ડમાં આવ્યા હતાં. હાપા (જામનગર) માર્કેટ યાર્ડમાં હાલ મબલખ આવક થવા પામી છે. ગઈકાલે લસણની ર૧૮૩ ગુણીની આવક થઈ હતી અને ભાવ ૭રપ થી ૧૩૭પ સુધીનો રહ્યો હતો.
કપાસની ૩૬૪૯ ગુણીની આવક થઈ હતી અને ભાવ ૧૦૦૦ થી ૧પ૩૦ નો રહ્યો હતો તેમજ જીરૂની પ૬ર ગુણીની આવક અને ભાવ રૂ. ૩ર૦૦ થી ૩૯૭૦ નો, અજમાની પ૧૮ ગુણી અને ભાવ ૧૩૦૦ થી ૩૦૪૦ ગુણી તેમજ સુકી ડુંગળીની ૧ર૩૮ ગુણીની આવક થઈ હતી અને હરાજીમાં તેનો ભાવ રૂ. પ૦ થી ૪૧૦ નો બોલાયો હતો.
આમ ગઈકાલે કુલ ૯૪૪ ખેડૂતો પોતાની ર૬,૭૭૯ ગુણી જુદી જુદી જણસી સાથે આવ્યા હતાં અને ૧૬,૬૦૦ સુધીના સોદા થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial