Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત ઓલ ટાઈમ લો રહેતો રૂપિયોઃ વેપાર કરારની અનિશ્ચિતતા
મુંબઈ તા. ૧રઃ ડોલરની તુલનાએ રૂપિયો ફરી તૂટ્યો છે અને ૯૦.પ૬ ની નવી ઓલ ટાઈમ લો સપાટી પર પહોંચ્યો છે, જેના કારણોની ચર્ચા થઈ રહી છે.
ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અટકવાનું નામ લઈ રહ્યો નથી. આજે પણ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે ર૪ પૈસા ઘટીને ૯૦.પ૬ ના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. ગઈકાલે રૂપિયો ૩૮ પૈસા ઘટીને ડોલરની સરખામણીમાં ૯૦.૩ર ના સ્તરે બંધ થયો હતો. શુક્રવારે રૂપિયો યુએસ ડોલર સામે ૯૦.૪૩ પર ખૂલ્યો, પરંતુ વધુ ગગડીને ૯૦.પ૬ પર પહોંચી ગયો, જે તેના અગાઉના બંધ ભાવ કરતા ર૪ પૈસાનો ઘટાડો દર્શાવે છે. આ દરમિયાન ડોલરની મજબૂતી માપતો ડોલર ઈન્ડેક્સ ૦.૦ર ટકા વધીને ૯૮.૩૭ પર કારોબાર કરી રહ્યો હતો.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પણ ૦.૬૭ ટકા વધીને ૬૧.૬૯ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સ્થાનિક શેરબજારની વાત કરીએ તો ૩૦ શેરોનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ વધીને ૮પર૧પ પર અને નિફ્ટી ૧૨૫ પોઈન્ટ વધીને ર૬૦૦૦ ઉપર કારોબાર કરી રહ્યો છે. બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે, ભારત-અમેરિકા વેપાર કરારને લઈને અનિશ્ચિતતા અને વિદેશી રોકાણના સતત પ્રવાહને કારણે રૂપિયા પર દબાણ છે. વિદેશી ચલણના વેપારીઓનું કહેવું છે કે, વૈશ્વિક કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળા વચ્ચે આયાતકારો દ્વારા ડોલરની આક્રમક ખરીદીને કારણે રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. તેમ છતાં કોઈ નક્કર માહિતી સામે આવી નથી. આ ડીલ ક્યારે પૂર્ણ થશે તે અંગેની અનિશ્ચિતતા રોકાણકારો અને વેપારીઓ માટે ચિંતા વધારી રહી છે. જેના કારણે રોકાણકારો સાવચેત બન્યા છે અને ભારતીય રૂપિયા પર દબાણ સર્જાયું છે.
ભારતીય રૂપિયાના મૂલ્યામં ઘટાડાનું બીજું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચવાલી છે. વિદેશી રોકાણકારોએ ગુરૂવારે જ ભારતીય શેરબજારમાંથી ર,૦ર૦.૯૪ કરોડ રૂપિયાના શેર વેંચ્યા હતાં. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં તેઓ કુલ આશરે પર.પ બિલિયન (રર,પ૦૦ કરોડ રૂપિયા) ની ઈક્વિટી અને એસેટ વેંચી ચૂક્યા છે. આ મોટા પાયે વેંચવાલી રૂપિયા પર દબાણ વધારી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial