Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લે ડિસેમ્બર-ર૦૧પ માં તત્કલિન મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતાં:
નવી દિલ્હી તા. ૧પઃ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ આજથી પાકિસ્તાનમાં શરૂ થઈ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઈસ્લામાબાદ પહોંચશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ડિનરનું આયોજન કરશે અને તેની સાથે જ એસસીઓ સમિટ શરૂ થશે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર આજે પાકિસ્તાન પહોંચશે. તેઓ ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે. ઓગસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસસીઓ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
લગભગ નવ વર્ષ પછી કોઈપણ ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા ડિસેમ્બર ર૦૧પ માં તત્કાલિન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતાં. સુષ્મા સ્વરાજ અફઘાનિસ્તાન પર એક કોન્ફરન્સમાં ભાગ લેવા ઈસ્લામાબાદ ગયા હતાં.
૧પ અને ૧૬ ઓક્ટોબરે યોજાનારી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયેલા જયશંકર ત્યાં ર૪ કલાકથી ઓછો સમય વિતાવશે. જયશંકરની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો ખાસ નથી. ફેબ્રુઆરી ર૦૧૯ માં પુલવામા હુમલા અને ત્યારપછી બાલકોટ એરસ્ટ્રાઈક પછીથી બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ઓગસ્ટ ર૦૧૯ માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી સંબંધો વધુ બગડ્યા હતાં.
તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું હતું કે, 'કોઈપણ પાડોશીની જેમ ભારત ચકોક્સપણે પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા ઈચ્છશે, પરંતુ જો સીમાપારથી આતંકવાદ ચાલુ રહેશે તો આવું ન થઈ શકે.'
વર્ષો પછી ભારતના વિદેશમંત્રી પાકિસ્તાન જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થયો છે કે શું તેનાથી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કોઈ સુધારો આવશે, જો કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન બન્ને તરફથી કોઈ દ્વિપક્ષીય વાટાઘાટોની કોઈ વાત થઈ નથી. આ પ્રવાસ દરમિયાન જયશંકર પાકિસ્તાનના વિદેશમંત્રી ઈશાક ડાર સાથે મુલાકાત કરે તેવી કોઈ શક્યતા નથી.
ગયા વર્ષે ગોવામાં એસસીઓ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો ગોવા આવ્યા હતાં. ૧ર વર્ષમાં આ પ્રથમ વખત હતો જ્યારે કોઈ પાકિસ્તાની વિદેશમંત્રી ભારત આવ્યા હતાં.
એપ્રિલ ૧૯૯૬ મા એક મિટિંગ થઈ. તેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કીર્ગિસ્તાન અને તાજિકિસ્તાને ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા માટે એકબીજાને સહકાર આપવાનો હતો. ત્યારે તેને 'શાંઘાઈ ફાઈવ' કહેવામાં આવતું હતું.
પાકિસ્તાનમાં ૧પ અને ૧૬ ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટ યોજાવા જઈ રહી છે. આ સંમેલનમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને ચીનના વડાપ્રધાન લી કિઆંગ સહિત ઘણાં નેતાઓ ભાગ લેશે. આ વખતે પાકિસ્તાનમાં યોજાનારી આ કોન્ફરન્સની સુરક્ષાની જવાબદારી સેના સંભાળશે. શાહબાઝ સરકારે તેની સ્થાનિક પોલીસ અને રેન્જર્સ પર વિશ્વાસ વ્યક્ત કર્યો નથી. ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં સેના તૈનાત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial