Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ (ઈટ્રા) ના સ્થાપના દિવસની ઉજવણીઃ
જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઈટ્રા) એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે તા. ૧પ-૧૦-ર૦ર૦ ના સંસદમાં એક્ટ પસાર કરી દેશનું સૌ પ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્ત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન અસ્તિત્વમાં લાવવામાં આવ્યું હતું. આજે ઈટ્રાનો ચોથો સ્થાપના દિવસ છે ત્યારે ઈટ્રામાં આયુર્વેદ ક્ષેત્રમાં ભાવી માર્ગોને ઉઝાગર કરવાના હેતુથી એક દિવસીય પરિસંવાદનું હાલાર લોકસભાના સંસદ સભ્ય પૂનમબેન માડમના મુખ્ય અતિથિ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં એન.સી.આઈ.એસ.એમ.ના ચેરમેન વૈદ્ય જયંત દેવપૂજારી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય મુકુલ પટેલ પણ વિશેષ મહેમાન તરીકે જોડાયા હતાં. આઈ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક બી.જે. પાટગીરી દ્વારા આ સમગ્ર કાર્યક્રમની પરકિલ્પના તૈયાર કરવામાં આવી હતી. પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહમાં સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રેરક ઉદ્બોધન કરી સર્વેને અભિનંદન આપ્યા હતાં.
આ પરિસંવાદમાં આયુર્વેદ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટેના આયોજનમાં દિવસભરમાં પાંચ તબક્કામાં યોજાયેલા વિવિધ વક્તવ્યોમાં વક્તા તરીકે એન.સી.આઈ.એસ.એમ.ના ચેરમેન વૈદ્ય જયંત દેવપૂજારી દ્વારા રાષ્ટ્રીય પરિસ્થિતિમાં આયુર્વેદ સ્નાતકો માટે શૈક્ષણિક અને અન્ય વ્યાવસાયિક તકો બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં મુંબઈ સ્થિત એમોર હેલ્થ એસેન્સિયલ્સના નિયામક ડો. વિજયસિંઘ ચૌહાણ દ્વારા આયુર્વેદ ક્ષેત્રમાં આન્ત્રપ્રેનિયોશીપ વિષે અભ્યાસુ માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં અમેરિકાની આંતરરાષ્ટ્રીય વેદિક વેલનેસ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અભિમન્યુ કુમાર દ્વારા આયુર્વેદ નિષ્ણાતો માટે વૈશ્વિક પરિપેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અવકાશ-બાબતે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. ચોથા તબક્કામાં સી.સી.આર.એ.એસ.-એન.આઈ.એમ.એચ.ના સંશોધન અધિકારી ડો. સાકેત રામ થ્રિગુલ્લા દ્વારા આરોગ્ય સંભાળ સેવાઓમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સિઃ અવકાશ અને પડકારો બાબતે માહિતી આપવામાં આવી હતી.
સ્થાપના દિવસના આ પરિસંવાદમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયુર્વેદ તબીબો જોડાયા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા દાયકામાં આયુર્વેદ દેશના સિમાડાઓ વટાવી વિશ્વભરના નક્શામાં છવાયું છે ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ એ આયુર્વેદ ક્ષેત્રના સૌ કોઈ માટે નવું પાથેય પૂરૂ પાડ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial