Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી અઢી વર્ષ માટેના
જામનગર મહાનગર૫ાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેનની આજે વરણી કરવામાં આવી છે. નવ નિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અભિનંદન પાઠવાયા હતાં. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેનની રોટેશન મુજબની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા આજે નવા હોદ્દેદારો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો હતો. આખરે ભાજપ પ્રેરીત વધુ સભ્ય સંખ્યા હોવાથી ઉપરથી નક્કી થયેલ નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ચેરમેન તરીકે પરસોત્તમભાઈ ક્કનાણી અને વાઈસ ચેરમેન તરીકે દિનેશભાઈ આલની વરણી કરવામાં આવી છે. નવ નિયુક્ત બન્ને હોદ્દેદારોને શિક્ષણ સમિતિના વિદાઈ લઈ રહેલા ચેરમેન મનીષભાઈ કનખરાએ શુભેચ્છા પાઠવી હોદ્દાનો ચાર્જ સુપરત કર્યો હતો. જ્યારે સ્ટેન્ડીંગ કમિટી હોલમાં આયોજીત કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બાંભણીયા, વિજયસિંહ જેઠવા અને મેરામણભાઈ ભાટુ ઉપરાંત કોર્પોરેટરોએ નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial