Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સપ્તરંગ શોર્ટફેસ્ટ' ટ્રોફીનું અનાવરણઃ
અમદાવાદ તા. ૧૫: સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ વંદનભાઈ શાહ દ્વારા 'સપ્તરંગ શોર્ટફેસ્ટ'ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે 'સપ્તરંગ શોર્ટ ફેસ્ટ' વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસાયટીના માર્ગદર્શક વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા 'સપ્તરંગ ફિલ્મ સોસાયટી'ની શરૂઆત ગુજરાતી સિનેમાના ઉત્કર્ષ અને તેની સાથે સંકળાયેલા કલાકારો અને કસબીઓને યોગ્ય સન્માન અને યોગ્ય મંચ મળી રહે એ માટે કરી છે. આ ફિલ્મ સોસાયટી ભારતીય ચિત્ર સાધના દિલ્હી સાથે સંલગ્ન છે.
ગુજરાતમાં બનનારી શોર્ટ ફિલ્મો માટે 'સપ્તરંગ શોર્ટ ફેસ્ટ'નું આયોજન ૧૯ અને ર૦ ઓક્ટોબર ર૦ર૪ ના ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તેમના સહયોગથી કરવામાં આવયું છે. 'સપ્તરંગ શોર્ટફેસ્ટ'માં માત્ર આપણા દેશમાંથી નહિં, પરંતુ વિદેશમાંથી પણ ફિલ્મની એન્ટ્રી આવી છે. કુલ ર૭૭ ફિલ્મ આવી છે જેમાંથી ૧૮૧ શોર્ટ ફિલ્મ, ૬૩ ડોક્યુમેન્ટરી ફિલ્મ, રર કેમ્પસ ફિલ્મ અને ૧૧ એનિમેશન ફિલ્મ આપણને મળેલ છે.
કાર્યક્રમની વિગત વિજયભાઈએ કહ્યં કે, 'સપ્તરંગ શોર્ટફેસ્ટ'માં ૩ માસ્ટર ક્લાસ રાખવામાં આવ્યા છે. આ માસ્ટ ક્લાસમાં પ્રથમ માસ્ટ ક્લાસ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટર વિપુલભાઈ શાહ અને દ્વિતીય માસ્ટર ક્લાસ ગુજરાતના જાણીતા દિગ્દર્શક વિજયગીરી બાવા જેમણે કસુંબો ફિલ્મનું ડાયરેક્શન કર્યું હતું અને અંતિમ માસ્ટર ક્લાસ કે જે ર૦ તારીખે જાણીતા લેખક અને દિગ્દર્શક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી લેવાના છે. ફિલ્મ સ્કિનિંગ માટે ગુજરાતના ત્રણ મહાન કલાકારો જયશંકર સુંદરી, ઉપેન્દ્ર ત્રિવેદી અને અવિનાશ વ્યાસના નામ સાથે જોડીને ત્રણ થિએટર્સ બનાવામાં આવ્યા છે.
એવોર્ડ સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભવિષ્યના ફિલ્મ મેકર્સને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ઉપસ્થિત રહેવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial