Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરપ્રદેશના બહુરાઈચમાં કોમી હિંસાઃ તેલંગાણા, પં.બંગાળ, કર્ણાટક તથા ઝારખંડમાં કોમી અથડામણો

પાંચ રાજ્યોમાં કોમી હિંસાનું તંગ વાતાવરણઃ

નવી દિલ્હી તા. ૧પઃ ઉત્તર પ્રદેશનું બહરાઈચ કોમી હિંસાની આગમાં ભભૂકી રહ્યું છે. જ્યાં હજુ તંગદિલીનો માહોલ થાળે પડ્યો નથી. દેશમાં માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં, છેલ્લા કેટલાક દિવસોથી દેશના અન્ય પાંચ રાજ્યો પણ કોમી તોફાનોનો સામનો કરી રહ્યા છે. યુપીના બહુરાઈચ ઉપરાંત છેલ્લા ૭ર કલાકમાં તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, અથડામણના કિસ્સો જોવા મળ્યા છે.

તેલંગાણાના સિકંદરાબાદ જિલ્લામાં મુથ્યાલમ્મા મંદિરમાં અજાણ્યા લોકોએ તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી તોડફોડની ઘટના બાદ દેખાવો શરૂ થયા હતાં. જિલ્લાના મોડા માર્કેટ વિભાગમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. વિરોધ-પ્રદર્શનો દરમિયાન પોલીસે ભાજપ નેતા માધવી લતાની ધરપકડ કરી હતી. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી પણ મંદિર પહોંચ્યા હતાં અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં ૧૩ ઓકટોબરની રાત્રે દુર્ગા પંડાલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના હાવડા જિલ્લાના શ્યામપુર વિસ્તારમાં બની હતી. ભાજપનો દાવો છે કે આ દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિને પણ નુકસાન થયું હતું. રાજ્યના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીએ આ અંગે સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી કે શ્યામપુર પોલીસ સ્ટેશનથી પરત ફરતી વખતે, બદમાશોનું એક ટોળાએ અફરાતફરી મચાવી હતી. દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી શ્યામપુર બજાર વ્યાપાર સમિતિ પૂજા પંડાલમાં મૂર્તિઓને આગ લગાવી હતી અને અન્ય પંડાલમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટના બાદથી હાવડા ગ્રામીણ પોલીસ જિલ્લાના શ્યામપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં તણાવ વધ્યો છે.

કર્ણાટકના બેલગાવી જિલ્લામાં બે જૂથો વચ્ચે અથડામણના અહેવાલો મળ્યા હતાં. આ ઘટના ૧૩ ઓકટોબરે બની હતી. આરોપ છે કે રાત્રે દેવી દુર્ગાની મૂર્તિનું અપમાન કરવામાં આવ્યું હતું. અથડામણમાં ૩ લોકો ઘાયલ થયા છે. ર બાઈક અને ૧ કારને નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. એક દિવસ પહેલા મહાસી વિસ્તારમાથી પણ અથડામણના અહેવાલ હતાં. જયાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન વિવાદ થયો હતો. પોલીસે જણાવ્યું કે અહીં મહારાજગંજ વિસ્તારમાં થયેલી અથડામણના સંબંધમાં ૩૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના બહુરાઈચમાંથી પણ હિંસાના અહેવાલો છે. ૧૩ ઓકટોબરના રોજ અહીંના હરદોઈ વિસ્તારમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન ડીજે વગાડવા મુદ્દે વિવાદ થયો હતો. ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને આગચંપી બાદ ફાયરિગ થયું હતું. આ ઘટનામાં રર વર્ષીય રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું. આ પછી મૃતકના ઘરે મોટી ભીડ એકઠી થઈ ગઈ. ટોળાએ નકવા ગામમાં પહોંચી આગ ચાંપી હતી. આરોપ છે કે ગામથી જ થોડા અંતરે સ્થિત એક મકબરાને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ઝારખંડના ગર્હવામાં આવી જ ઘટના બની હતી. મૂર્તિના વિસર્જન દરમિયાન ગ્રામજનો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ગામલોકો મૂર્તિને એ જ માર્ગ પરથી લઈ જવા માગતા હતા કે જેના પર પોલીસે બેરિકેડ કર્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh