Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ચમત્કાર વગર નમસ્કાર નહીં'
જામનગર તા. ૧પઃ હાઈકોર્ટના ચૂકાદા મુજબ છઠ્ઠા પગાર પંચની મોડી જમા કરાવાયેલ રકમ ઉપર વ્યાજ ચૂકવવાનો આદેશ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા પેન્શનર મંડળએ હાઈકોર્ટમાં કોર્ટના આદેશના ઉલ્લંઘન અંગે અરજી કરતા જ જામનગર મહાનગરપાલિકાના તંત્રએ રાતોરાત બીલ બનાવી એકાઉન્ટ વિભાગમાં મોકલી આપ્યા છે. આમ કોર્ટની ચિમકી મળતા જ મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે.
જામનગર મહાનગરપાલિકા પેન્શનર મંડળના પ્રમુખ કનુભા ઝાલાએ મ્યુનિ. કમિશનરને ત્રણ અઠવાડિયા પહેલા પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે રાજ્ય સરકારના કર્મચારીના ધોરણે મહાનગરપાલિકાના કર્મચારીઓને સ્કેલ ટુ સ્કેલ છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર ધોરણ આપવા ર૦૦૯ માં થયું હતું. જેમાં તફાવતની રકમ જીપીએફમાં જમા કરવાની હતી. જે અંગે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી.
જે રકમ મોડી ચૂકવવાના કેસમાં છ ટકા વ્યાજ સાથે ચૂકવણું કરવા આદેશ થયો હતો. છતાં ચૂકવણું કરવામાં નહીં આવતા હાઈકોર્ટના આદેશનો ભંગ બદલ ફરિયાદ કરવામાં આવી હતી.
બીજી તરફ 'રેલો' આવતા જ મહાનગર પાલિકા તંત્રએ તાબડતોબ બીલો બનાવી, ઓડીટકરાવી પેમેન્ટ માટે એકાઉન્ટ શાખામાં બીલો પહોંચી ગયા છે. આમ હાઈકોર્ટ સુધી મેટર પહોંચ્યા પછી જ મહાનગરપાલિકાએ કામ હાથમાં લીધુ છે.
રાજ્ય સરકારે પણ કેન્દ્રના ધોરણે કરવાનું થતું ચૂકવણું મોડું કર્યું હતું. તો સરકાર સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી? જ્યારે મહાનગરપાલિકા સામે જ કોર્ટ કાર્યવાહી શા માટે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial