Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાન ૩ ડીગ્રી વધ્યું: મહત્તમ ૩પ ડીગ્રી

ભેજનું પ્રમાણ ૬૧ ટકાએ પહોંચતા બફારો અનુભવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ત્રણ ડીગ્રી સુધી ઉંચકાયને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા વધીને ૯૧ ટકાએ પહોંચી જતા બફારો અનુભવાયો હતો.

જામનગરમાં છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનના પારામાં વધારે અપડાઉન થયું છે. ગત્ રવિવારે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું, ત્યારપછી તેમાં ૩ ડીગ્રીનો ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન પુનઃ ત્રણ ડીગ્રી સુધી ઊંચકાયને ૩પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. તાપમાનમાં વધારો થતા ગરમીમાં પણ વધારો થયો હતો.

જામનગરમાં મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા વધીને ૯૧ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે ફારો યથાવત્ રહ્યો હતો.

નગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી. રાત્રે વરસાદ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh