Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌવંશ પર થતા અત્યાચારો, અવગણના અને અનાદર સામે
દ્વારકા તા. ૭: હિન્દુ ધર્મમાં જેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જેમાં ૩૩ કોટિ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે, તેવી ગૌમાતાની વ્યથા અને અવાજ બનીને નીકળેલી એક પવિત્ર યાત્રાએ ધર્મનગરી દ્વારકામાં વિરામ લીધો છે. લાઠીદડથી શરૂ થયેલી '૨૧ ગૌમાતા વેદના યાત્રા' આખરે જગતના નાથ, ભગવાન દ્વારકાધીશના ચરણે પહોંચી તે સમયના હ્ય્દયસ્પર્શી દૃશ્યોમાં જોઈ શકાય છે કે, રાત્રિના સમયે રોશનીથી ઝળહળતા અને ધર્મની ધજા લહેરાવતા જગતમંદિરના પટાંગણમાં ગૌમાતાઓ પ્રવેશ કરી રહી છે. ગૌભક્તો અને સ્વયંસેવકો દ્વારા ખૂબ જ આદર અને સન્માનપૂર્વક આ મૂંગા જીવોને મંદિરના ગર્ભગૃહ તરફ દોરવામાં આવી રહૃાા છે. આ દૃશ્ય જાણે એવું પ્રતીત થાય છે કે પીડિત ગૌમાતાઓ સ્વયં પોતાના પાલનહારને પોતાની વ્યથા સંભળાવવા આવી છે.
ગૌભકતોના જણાવ્યા મુજબ આ યાત્રા માત્ર એક અંતર કાપવાનો પ્રયાસ ન હતો, પરંતુ તે સુષુપ્ત થઈ ગયેલી માનવતાને ઢંઢોળવાનું એક ભગીરથ કાર્ય હતું. આ 'વેદના યાત્રા'નો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં ગૌમાતા પર થઈ રહેલા અત્યાચારો, તેમની થઈ રહેલી ઘોર અવગણના અને રસ્તાઓ પર ભટકીને તેઓ જે અસહૃા વેદના સહન કરી રહી છે, તેનો અવાજ બુલંદ કરવાનો હતો. આ મૂંગા જીવોની પીડાનો પોકાર માત્ર સમાજના બહેરા કાનો સુધી જ નહીં, પરંતુ સાક્ષાત દ્વારકાધીશના દરબાર સુધી પહોંચાડવાનો આ એક દિવ્ય પ્રયાસ હતો.
આ યાત્રા દ્વારા સમાજમાં ગૌસેવા, ગૌરક્ષણ અને મૂળભૂત માનવતાની ભાવનાને ફરી પ્રજ્વલિત કરવાનો મજબૂત પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આજની યુવા પેઢીને એ કઠોર વાસ્તવિકતાથી વાકેફ કરી, તેમને ગૌમાતાના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ કરવાનો આકરો સંદેશ આપવામાં આવ્યો છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એ નિઃસ્વાર્થ સેવા છે, અને ગૌસેવા એ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
જગતમંદિરના શિખર પર ફરકતી બાવન ગજની ધજાની છાયામાં પહોંચેલી આ ૨૧ ગૌમાતાઓની યાત્રા દરેક હિન્દુના હ્ય્દયને સ્પર્શી ગઈ છે. આશા છે કે ભગવાન કૃષ્ણની નગરીમાંથી ઉઠેલો ગૌરક્ષાનો આ શંખનાદ દરેક માનવીના હ્ય્દય સુધી પહોંચશે અને સમાજ ગૌમાતા પ્રત્યે પોતાનું ઋણ સ્વીકારી તેમના રક્ષણ માટે આગળ આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial